બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને દબાવવાના કથિત પ્રયાસો સામે પાટણ શહેરમાં આપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.): બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને દબાવવાના કથિત પ્રયાસો સામે પાટણ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાર્ટીના હોદ્દેદારોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને આ દિવસને કાળો દિવસ ત
બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને દબાવવાના કથિત પ્રયાસો સામે પાટણ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન


પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.): બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને દબાવવાના કથિત પ્રયાસો સામે પાટણ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાર્ટીના હોદ્દેદારોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને આ દિવસને કાળો દિવસ તરીકે ઉજવ્યો હતો. પાટણના બગવાડા દરવાજા ખાતે યોજાયેલા આ વિરોધ દરમિયાન કાર્યકરો અને હોદ્દેદારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ખેડૂતોને સમર્થન આપ્યું.

AAPના દાવા મુજબ, બોટાદના હડદડ ગામમાં પ્રદેશ નેતા રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં આયોજિત ખેડૂત મહાસંમેલન દરમિયાન શાંતિપૂર્ણ સભા ચાલી રહી હતી, ત્યારે ભાજપના ઈશારે પોલીસ દળોએ ચારે બાજુથી ઘેરાવ કરી આંદોલનને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સ્થાનિક લોકો અને ખેડૂતોને ઘરમાંથી બહાર કાઢીને માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો પણ AAP દ્વારા કરવામાં આવ્યા છે.

આ ઘટનાના વિરોધરૂપે પાટણમાં યોજાયેલ વિરોધ દરમિયાન પોલીસ દ્વારા AAPના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, સહપ્રભારી જગદીશભાઈ પરમાર, શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડીયા, ખજાનચી મનુભાઈ ઠક્કર, એસ.સી. સેલ પ્રમુખ દિલીપભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ નિકેશભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત ઇન્ચાર્જ ભુરાભાઈ દેસાઈ, પ્રવક્તા લક્ષ્મણભાઈ રબારી અને સહપ્રભારી નિર્મળભાઈ સોલંકી સહિત અનેક હોદ્દેદારોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande