આમ આદમી પાર્ટીનો આજના દિવસને કાળો દિવસ તરીકે વિરોધ,100 ટીમ બનાવી 400 એપીએમસીમાં ચાલતી લૂંટ બંધ કરાવીશું
અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.) બોટાદની ઘટના ને પગલે આમ આદમી પાર્ટીએ આજના દિવસને કાળો દિવસ તરીકે વિરોધ કરવાની જાહેરાત કરી છે તેમજ એપીએમસીમાં ચાલતી લૂંટનો પર્દાફાશ કરવા માટે ખેડૂતો માટે નંબર પણ જાહેર કર્યો હતો. ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે વ
આમ આદમી પાર્ટીનો આજના દિવસને કાળો દિવસ તરીકે વિરોધ,100 ટીમ બનાવી 400 એપીએમસીમાં ચાલતી લૂંટ બંધ કરાવીશું


અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.) બોટાદની ઘટના ને પગલે આમ આદમી પાર્ટીએ આજના દિવસને કાળો દિવસ તરીકે વિરોધ કરવાની જાહેરાત કરી છે તેમજ એપીએમસીમાં ચાલતી લૂંટનો પર્દાફાશ કરવા માટે ખેડૂતો માટે નંબર પણ જાહેર કર્યો હતો. ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે વર્તાવવામાં આવેલા ‘કાળા કેર’ અને અત્યાચારના વિરોધમાં આજે સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં 'કાળો દિવસ' જાહેર કરીને વિરોધપ્રદર્શનો યોજવામાં આવ્યાં, તેમજ આગામી સમયમાં 400થી વધુ એપીએમસીને લઈને ખેડૂતો સામે ચાલતી લૂંટ બંધ કરવા માટે આંદોલન કરવાની પણ જાહેરાત કરી છે.

બોટાદના હડદડમાં થયેલા ઘર્ષણમાં ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે. હડદડમાં ખેડૂતો સાથેની સભામાં ભાજપે બૂટલેગરોને સાથે રાખી ઘર્ષણ કરાવ્યું હોવાનો પણ આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે.

જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આપના નેતાઓની પોલીસ દ્વારા ખેંચી-ખેંચીને ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી. તો જૂનાગઢમાં પણ આમ આદમી પાર્ટીનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલની આગેવાનીમાં કાર્યકર્તાઓએ માથા પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો, જેને લઇ જૂનાગઢ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વડોદરામાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

રવિવારે બોટાદમાં આપ પાર્ટી ની ખેડૂત મહાપંચાયતમાં એકઠા થયેલા ખેડૂતો બાદમાં થયેલું ઘર્ષણ.

રાજ્યભરની 400થી વધુ એપીએમસીમાં ચાલતી લૂંટનો પર્દાફાશ કરવાની જાહેરાત કરતા આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જણાવે છે કે, અમે બોટાદ જ નહીં, ગુજરાતમાં 400થી વધુ એપીએમસીમાં 100 ટીમ બનાવી લૂંટનો પર્દાફાશ કરીશું. ખેડૂતો માટે 91049 18196 હેલ્પલાઇન નંબર જાહેર કરીએ છીએ. ખેડૂતો હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરશે તો અમારી ટીમ એપીએમસી પર પહોંચીને લૂંટનો પર્દાફાશ કરશે. ગુજરાતભરમાં આજે અમે કાળા દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. તમારામાં જેટલી તાકાત હોય એટલી પોલીસ ગોઠવી દો, અમે લડવા તૈયાર છીએ. કડદામાં ખેડૂતોને લૂંટથી બચાવવા માટે કામ કરીશું. અનેક AAPના નેતાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જો તમે ફરિયાદ કરશો તો 54 લાખ ખેડૂતો ભાજપનો એકપણ કાર્યક્રમ થવા નહીં દે. મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માનતા હોત તો કડદા પ્રથા બંધ કરવાની સૂચના આપવી જોઈએ. રાવણના જેવો અહંકાર અત્યારે ભાજપના નેતાઓમાં જોવા મળી રહ્યો છે. રાવણનો આત્મા અત્યારે ભાજપના નેતાઓમાં બેસી ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande