પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરમાં આવેલ આરજીટી કોલજ હેરિટેઝ બિલ્ડીંગ ધરાવે છે સમય જતા આ બિલ્ડીંગ જર્જરિત બનતા વિદ્યાર્થીઓ તથા શહેરીજનોની રજુઆત અને માંગણીને ધ્યાને લઈને સરકાર દ્વારા આ બિલ્ડીંગનુ કરોડો રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશન હાથ ધરવામા આવી ર
પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ.


પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ.


પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ.


પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ.


પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ.


પોરબંદરના ઐતિહાસિક દરિયા મહેલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ.


પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરમાં આવેલ આરજીટી કોલજ હેરિટેઝ બિલ્ડીંગ ધરાવે છે સમય જતા આ બિલ્ડીંગ જર્જરિત બનતા વિદ્યાર્થીઓ તથા શહેરીજનોની રજુઆત અને માંગણીને ધ્યાને લઈને સરકાર દ્વારા આ બિલ્ડીંગનુ કરોડો રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશન હાથ ધરવામા આવી રહ્યું છે.બે ફેઝમાં હાથ ધરાયેલ આ કામગીરીમાં પ્રથમ ફેઝમાં આશરે 8 કરોડના ખર્ચે કામગીરી થઈ છે.એજન્સીએ પ્રથમ ફેઝની કામગીરી પુર્ણ જાહેર કરી દીધી છે અને હાલ અંદાજે 17 કરોડના ખર્ચે બીજા ફેઝની કામગીરી હાથ ધરાઈ રહી છે.સરકાર દ્વારા કરોડો રુપિયા ખર્ચ કરાઈ રહ્યા છે પરંતુ જે મટીરીયવ વા૫૨વામાં આવી રહ્યુ છે તેને જોતા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો તેવા આક્ષેપો થઈ રહ્યાં છે.

આરજીટી કોલેજના પ્રાચાર્ય દ્વારા પણ કામગીરી સામે સવાલો ઉઠાવ્યો છે તો જેની દેખરેખ નીચે આ એજન્સી કામગીરી કરી રહી છે તે સર્વ શિક્ષા અભિયાનના સ્થાનિક અધિકારીઓને શુ કામગીરી થઈ છે શુ કરવાની છે તેની પણ આટલા વર્ષોથી કોઈ જાણકારી નહી અપાઈ હોવાથી એસએસએ દ્વારા આ કામગીરી કરતી એજન્સી અને કન્સલટન્ટ સાતથી આઠ નોટીસો મોકલી છે પરંતુ એજન્સીએ આ અંગે હજુ સુધી કોઈ જવાબ નહી આપ્યો હોવાથી મોટા સવાલો ઉઠી રહ્યા છે.આરજીટી કોલેજ જર્જરીત બનતા મુંબઈની સવાણી હેરીટેઝ કંપનીને રુપિયા 25 કરોડના ખર્ચે બે ફેઝમાં આ કામગીરી સરકાર સર્વ શિક્ષા અભિયાન હેઠળ કરાવી રહી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ સર્વ શિક્ષા અભિયાન કે જેની હેઠળ આ કામગીરી થઈ રહી છે તેવા પોરબંદરના પ્રોજેક્ટ કોર્ડિનેટર સહિત સ્થાનિક અધિકારીઓને શુ કામગીરી એજન્સીએ કરવાની છે તેની જાણ નથી તો એજન્સી પણ તેની રીતે લોલમ લોલ તેને યોગ્ય લાગે તે રીતે લોટ પાણીને લાકડા કામ કરીને સરકારના પૈસાનો વડેફાટ કરી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. આ એજન્સીએ અંદાજે 8 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પુર્ણ કરી દીધુ છે.એજન્સીએ જે રીતે આ હેરીટેઝ બિલ્ડીંગમાં લોલમ લોલ કામગીરી કરી છે તેના કારણે બિલ્ડીંગના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ છે કે નહી તેના વિવાદ વચ્ચે આટલા સમયમાં જ કોઈ કોઈ જગ્યાએ બિલ્ડીંગની દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધાબાઓ જોવા મળી રહ્યા છે.લાઈટો જે ફિટ કરવામાં આવી છે તેની સાંકળો બ્રાસને બદલે લોખંડની નાખી હોવાથી કટાઈ ગઈ છે કોઈપણ એંગલથી હેરિટેઝ ન લાગે તેવા સામાન્ય સ્વીચ બોર્ડ લગાવી લોલમલોલની કામગીરી કરી છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે, દરિયાની એકદમ નજીક આવેલ આ બિલ્ડીંગની સામે એક ઓદ્યૌગીક ફેક્ટરી તથા દરિયો નજીક હોવાથી ખારાશ લાગે તે સ્વાભાવીક વાત છે આમ છતા કાટ ન લાગે તેવી વસ્તુઓના બદલે જે રીતે લોખંડની વસ્તુઓનો ઉપયોગ કરાયો છે તથા દિવાલોમાં પણ કાળા ધબ્બા ન થાય તે માટે જરુરી વસ્તુઓનો ઉપયોગ કર્યાનો પણ અભાવ વર્તાઈ છ જેથી આજે આટલા સમયમાં જ પ્રથમ ફેઝ અને બીજા ફેઝનુ જે કામ ચાલી રહ્યુ તે સમયે જ કાળા ધબ્બાઓએ કામગીરી સામે પણ કાળા દાગ લગાવ્યા છે.એજન્સી દ્વારા જે રીતે લોલોમ લોલ કામગીરી થઈ રહેલ છે તેને લઈને આરજીટી કોલેજના પ્રાચાર્યએ પણ ક્યાય ને ક્યાક એ વાતનો સ્વીકાર કર્યો હતો કે કામગીરી છે તે નબળી થઈ રહી છે તો હેરીટેઝ બિલ્ડીંગો માટે કાર્યરત પોરબંદરની સંસ્થા દ્વારા પણ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક લેવલે સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર સહિત ઈજનેરોને આ અંગે આ કામગીરી કરતી કંપની સહિત કન્સલ્ટન્ટ યોગ્ય જાણકારી નથી આપી રહ્યા..

કંપની તથા કન્સલ્ટન્ટને સાતથી આઠ વખત નોટીસ આપવા છતા તેઓ આ નોટીસને ગણકાર્યા વગર કામગીરી કરતા હોવથી સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટરે તેઓની ઉચ્ચ કચેરી ખાતે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ છે.પોરબંદર જિલ્લાના સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટરે કામગીરીના આ અંગે એજન્સીને સાતથી 8 વખત નોટીસ પાઠવી છે કે તેઓએ પ્રથમ ફેઝમાં શુ કામગીરી કરી છે અને શુ કરવાની બાકી છે નોટિસો છતા એજન્સી તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી તેમ જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટરે જણાવ્યુ હતુ.ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, કોઈપણ ધણી ધોળી વગર આડેધડ આ રિસ્ટોરેશનની કામગીરીની યોગ્ય તપાસ થાય તેનુ મોનિટરીંગ થાય તે જરુરી છે કારણ કે કામગીરી ઉપર દેખરેખ હશે તો જ કામગીરી સારી રીતે થશે દેખરેખના અભાવના કારણે અત્યાર સુધી થયેલ કામગીરીમાં આ ચિવટ જોવા નથી મળી રહી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande