વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડ યોજાઇ
ભાવનગર,13 ઓકટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રૂપાણી સર્કલ ખાતે થી વિકાસ સપ્તાહ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડ રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડ યોજાઇ


ભાવનગર,13 ઓકટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રૂપાણી સર્કલ ખાતે થી વિકાસ સપ્તાહ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેરેથોન દોડ રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ, ક્રેસન્ટ સર્કલ, મેઘાણી સર્કલ, ઘોઘા

સર્કલ, રૂપાણી સર્કલ સુધીના રૂટ પર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિકાસ સપ્તાહ મેરેથોન દોડને મેયર ભરત બારડ, ડેપ્યુટી મેયર મોના પારેખ અને

મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન.કે.મીના સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ તકે મેયર ભરત બારડે ઉપસ્થિત સ્પર્ધકોને શુભેચ્છા પાઠવીને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.આ કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે રૂપાણી જૈન દેરાસર પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande