પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ–2025 ની ઉજવણી અંતર્ગત પોરબંદર તાલુકાના વિસાવાડા ગામ ખાતે વિકાસ રથનું આગમન થયું હતું. આ અવસરે ગામમાં વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રતીક સ્વરૂપે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા અને ગામજનોને વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિસાવાડા ગામની દીકરી ભૂમિબેન જોશીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓના લાભથી તેઓ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ લાભ મળ્યો છે. તેમણે જણાવ્યું કે “આંગણવાડી કેન્દ્રમાંથી દર મહિને મળતા પોષણયુક્ત માતૃશક્તિના પેકેટમાંથી તેઓ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી ભોજનમાં લે છે. જેના પરિણામે તેમનું આરોગ્ય સારું રહ્યું છે તેમજ ઉંમરના પ્રમાણમાં તેમનું BMI અને HB સ્તર પણ સંતોષકારક રીતે વધ્યું છે.”
આ પ્રકારની યોજનાઓ ખાસ કરીને ગ્રામ્ય કિશોરીઓના પોષણ અને સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya