પોરબંદર,13 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લાના કુતિયાણાના રૉઘડા હાઇવે પર આજે સવારે અકસ્માતની ઘટના ઘટી હતી જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ કુતિયાણાના રૉઘડા હાઇવે પર બોલેરો તેમજ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કેવી રીતે બન્યો તેની કોઈ સ્પષ્ટ માહિતી હજુ મળી નથી પરંતુ આ ઘટનામાં હમીર વરુ નામના 40 વર્ષીય વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya