સુરત , 13 ઓક્ટોબર (હિ.સ.)- 12 ઑક્ટોબરના રોજ બોટાદ જિલ્લાના હડદડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. બોટાદ APMCમાં કપાસ અને અન્ય કૃષિ જથ્થામાં ચાલી રહેલી લૂંટ સામે વિરોધ દર્શાવવા માટે મંજૂરી વિના આ સભા યોજાઈ હતી.
પોલીસે ગેરકાયદેસર ભીડ વિખેરવા માટે કાર્યવાહી કરતાં જ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો અને પોલીસની ગાડીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ સોમવારે રાજ્યભરમાં ‘કાળો દિવસ’ જાહેર કર્યો હતો. સુરતમાં વિરોધ પ્રદર્શન દરમિયાન આપના નેતાઓને પોલીસે ખેંચી-ખેંચીને અટકાયત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે