અમરોલીમાં મોટા ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા નાના ભાઈની ઘાતકી હત્યા
સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.): શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ગતરોજ બે યુવકો વચ્ચે માત્ર રૂપિયા 2000 ની લેતીદેતી માટે ઝઘડો થયો હતો. જેમાં અન્ય એક યુવક વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું જોકે આ વાતની અદાવત રાખી એક યુવકે રાત્રિના સમયે તેન
અમરોલી પોલીસ


સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.): શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ગતરોજ બે યુવકો વચ્ચે માત્ર રૂપિયા 2000 ની લેતીદેતી માટે ઝઘડો થયો હતો. જેમાં અન્ય એક યુવક વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું જોકે આ વાતની અદાવત રાખી એક યુવકે રાત્રિના સમયે તેને ચપ્પુના ઘા મારી ઘાટકી હત્યા કરી નાખી હતી બનાવને પગલે આખરે ભોગ બનનારના ભાઈએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરતના અમરોલી કોસાડ આવાસ ખાતે આવેલ અંજની વિભાગ-4 માં રહેતો કમલેશભાઈ ગન્ની શાહુ એ થોડા સમય પહેલા તેના મધ્યપ્રદેશના જ વતનના સાથે રહેતા અને અમરોલીમાં પણ અંજની ઇન્ડસ્ટ્રીયલમાં બાજુના ખાતામાં જ કામ કરતા ગિરધારી સિપાહીયા વર્મા ને રૂપિયા 2000 ઉછીના આપ્યા હતા. ગત તારીખ 11-10-2025 ના રોજ સાંજે 6:00 વાગે કમલેશે તેના મિત્ર ગિરધારી પાસે ઉછીના આપેલા રૂપિયા 2000 ની માગણી કરી હતી પરંતુ ગિરધારી પાસે પૈસા નહીં હોવાથી તેમણે પૈસા આપવાની આનાકાની કરી હતી. જેના કારણે કમલેશ અને ગિરધારી વચ્ચે ઝઘડો થયો હતો. આ સમયે જ ગિરધારીનો નાનો ભાઈ રામલોચન વર્મા અચાનક ત્યાં આવી ગયો હતો અને બંનેની વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. જેથી આખરે કમલેશે આ વાતને અદાવત રાખી હતી. ત્યારબાદ તારીખ 12/10/2025 ના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં રામ લોચન વર્મા અંજની વિભાગ ચારમાં સમજુબા હાઉસની સામે રોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે કમલેશે તેની પાસે આવી તેને એલફેલ ગાળો આપી હતી અને અમારા ઝઘડાની અદાવત રાખીને તેને હથિયાર વડે શરીર પર તથા મોઢા પર અને કાન ઉપર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. જેના કારણે રામલોચન વર્મા લોહી લુહાણ થઈને ઢળી પડ્યો હતો. તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા ની સાથે જ અમરોલી પોલીસ એ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ પોલીસે ગિરધારીની ફરિયાદ લઈ કમલેશ શાહુ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande