નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) ટાટા ગ્રુપમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે, એન. ચંદ્રશેખરનનો
કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. તેઓ હવે 2032 સુધી ટાટા સન્સના ચેરમેન રહેશે. ચંદ્રશેખરન 1987માં ટાટા
કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)માં ઇન્ટર્ન હતા.
સોમવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” ટાટા
ટ્રસ્ટ્સે સર્વાનુમતે ટાટા સન્સના ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનના ત્રીજા
કાર્યકાળને 2032 સુધી લંબાવવાને
મંજૂરી આપી છે, જે ગ્રુપની
પરંપરાગત નિવૃત્તિ નીતિને તોડે છે. આ વિસ્તરણ સાથે, તેઓ 70 વર્ષની ઉંમર સુધી આ પદ પર રહેશે. તેમનો વર્તમાન કાર્યકાળ
ફેબ્રુઆરી 2027 માં સમાપ્ત થાય
છે.”
નોંધનીય છે કે, ત્રીજા કાર્યકાળની મંજૂરી ટાટા ગ્રુપની લાંબા સમયથી ચાલતી
નિવૃત્તિ નીતિમાં ફેરફાર દર્શાવે છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ચેરમેન નિવૃત્તિ વય
પછી સંપૂર્ણ એક્ઝિક્યુટિવ પદ પર ચાલુ રહી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ