પ્રખ્યાત ગીતકાર પ્રસૂન જોશીને મંગળવારે, કિશોર કુમાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
ખંડવા, નવી દિલ્હી,13 ઓક્ટોબર (હિ.સ.) પ્રખ્યાત ગીતકાર પ્રસૂન જોશીને મંગળવારે મધ્યપ્રદેશના ખંડવામાં કિશોર કુમાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. સ્વર્ગસ્થ બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર કિશોર કુમારની પુણ્યતિથિ નિમિત્
જોશી


ખંડવા, નવી દિલ્હી,13 ઓક્ટોબર

(હિ.સ.) પ્રખ્યાત ગીતકાર પ્રસૂન જોશીને મંગળવારે મધ્યપ્રદેશના ખંડવામાં કિશોર

કુમાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

સ્વર્ગસ્થ બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર કિશોર કુમારની

પુણ્યતિથિ નિમિત્તે બે દિવસીય એવોર્ડ સમારોહ સોમવારે સાંજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ

ખાતે શરૂ થશે. સમારોહના પહેલા દિવસે સ્થાનિક કલાકારો કિશોર કુમારના લોકપ્રિય ગીતો

રજૂ કરશે. ગીતકાર પ્રસૂન જોશીને મંગળવારે કિશોર કુમાર પુરસ્કારથી સન્માનિત કરવામાં

આવશે. એવોર્ડ સમારોહ બાદ,

હેમંત કુમાર

મ્યુઝિકલ ગ્રુપ, મુંબઈ, કિશોર કુમારના

ગીતોનું મધુર ગીત રજૂ કરશે.

સંસ્કૃતિ નિર્દેશક એનપી નામદેવે જણાવ્યું હતું કે,” આ

કાર્યક્રમ સંસ્કૃતિ વિભાગની પરંપરા અનુસાર સુપ્રસિદ્ધ ગાયક કિશોર કુમારની

પુણ્યતિથિ નિમિત્તે યોજાઈ રહ્યો છે. આ વર્ષે, આ કાર્યક્રમ બે દિવસમાં યોજાઈ રહ્યો છે. આજે સાંજે ૭

વાગ્યાથી શરૂ થનારા પ્રથમ દિવસે, યે શામ મસ્તાની ગીત-સંગીત સાંજે કિશોર કુમારના

સદાબહાર ગીતોનું પ્રદર્શન થશે. રાકેશ નાગર, નુપુર કૌશલ, અનિલ શર્મા, ઇન્દોરના અજિત શ્રીવાસ્તવ અને ભીમરાવ અટકડે, ગૌરવ ખરે, રાજા શર્મા, રોશની પહેલવાન, જીતેન્દ્ર ભાવરકર

અને તોરલ બક્ષી આ કાર્યક્રમમાં પરફોર્મ કરશે.”

કાર્યક્રમના બીજા દિવસે, મંગળવાર, 14 ઓક્ટોબર, સાંજે ૭ વાગ્યાથી શરૂ થતા, રાષ્ટ્રીય કિશોર કુમાર પુરસ્કાર આપવામાં આવશે.

પ્રખ્યાત ગીતકાર પ્રસૂન જોશીને ગીતલેખન માટે 2૦24 રાષ્ટ્રીય કિશોર કુમાર

પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. એવોર્ડ સમારોહ બાદ, હેમંત કુમાર

મ્યુઝિકલ ગ્રુપ, મુંબઈ, કિશોર કુમારના

ગીતોનું મધુર ગાયન રજૂ કરશે. બંને દિવસે કાર્યક્રમમાં પ્રવેશ મફત રહેશે. આ

રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ફિલ્મ ઉદ્યોગની અનેક હસ્તીઓ હાજરી આપશે.

મુખ્યમંત્રી ડૉ. યાદવે સ્વર્ગસ્થ ગાયકને શ્રદ્ધાંજલિ આપી.

કિશોર કુમારને, શ્રદ્ધાંજલિ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે રાજ્યના ગૌરવ, પ્રખ્યાત ગાયક

અને અભિનેતા કિશોર કુમારને તેમની પુણ્યતિથિ પર નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે

સોમવારે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે,”હિન્દી ફિલ્મ ઉદ્યોગના અવિભાજ્ય પ્રતીક

સ્વર્ગસ્થ કિશોર કુમારનો આત્માને શાંત કરનાર અને હૃદયસ્પર્શી અવાજ હતો જેણે અસંખ્ય

ગીતોને અમર બનાવ્યા. સંગીત પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશા નવી પ્રતિભાઓ માટે

પ્રેરણારૂપ રહેશે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande