સામાજિક સુરક્ષા કવરેજને વિસ્તૃત કરવા માટે, સરકારે કર્મચારી નોંધણી ઝુંબેશ શરૂ કરી
નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) શ્રમ અને રોજગાર મંત્રાલયે સોમવારે કર્મચારી નોંધણી ઝુંબેશ (ઇઇસી 2025) શરૂ કરી. આ પહેલનો ઉદ્દેશ્ય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ), નિવૃત્તિ ભંડોળ વ્યવસ્થાપન સંસ્થા દ્વારા કામદારોને સં
ઇપીએફઓ


નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) શ્રમ અને રોજગાર મંત્રાલયે સોમવારે

કર્મચારી નોંધણી ઝુંબેશ (ઇઇસી 2025) શરૂ કરી. આ પહેલનો ઉદ્દેશ્ય કર્મચારી ભવિષ્ય

નિધિ સંગઠન (ઇપીએફઓ), નિવૃત્તિ ભંડોળ

વ્યવસ્થાપન સંસ્થા દ્વારા કામદારોને સંગઠિત સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનો

છે.

શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર,”આ યોજના 1 નવેમ્બરથી 30 એપ્રિલ, 2026 સુધી અમલમાં

રહેશે. આ ઝુંબેશનો હેતુ સામાજિક સુરક્ષા હેઠળ કર્મચારીઓની નોંધણીને પ્રોત્સાહન

આપવા અને નોકરીદાતાઓને ભૂતકાળના રેકોર્ડને નિયમિત કરવામાં મદદ કરવાનો છે.”

મંત્રાલયે જણાવ્યું હતું કે,” 2009 અને 2016 વચ્ચે છોડી

દેવામાં આવેલા પાત્ર કર્મચારીઓની નોંધણી માટે, 2017 માં સમાન નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

વર્તમાન ઝુંબેશ તે પહેલનું અનુગામી છે. આ ઝુંબેશનો હેતુ નોકરીદાતાઓને સ્વેચ્છાએ,

પાત્ર કર્મચારીઓની જાહેરાત અને નોંધણી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.”

મંત્રાલયના જણાવ્યા અનુસાર,”નોકરીદાતાઓ એવા બધા કર્મચારીઓની નોંધણી કરાવી શકે છે, જેઓ 1 જુલાઈ, 2017 થી 31 ઓક્ટોબર, 2017 ની વચ્ચે

સંસ્થામાં જોડાયા હતા, પરંતુ કોઈ

કારણોસર અગાઉ ઇપીએફયોજનામાં નોંધાયેલા ન હતા. મોટી રાહત તરીકે, અગાઉના સમયગાળા (1 જુલાઈ, 2017 થી 31 ઓક્ટોબર સુધી)

માટે પ્રોવિડન્ટ ફંડ યોગદાનનો કર્મચારીનો હિસ્સો માફ કરવામાં આવશે, જો કે તે

કર્મચારીના પગારમાંથી કાપવામાં ન આવ્યો હોય. નોકરીદાતાએ ફક્ત તે સમયગાળા માટે તેનો

હિસ્સો ચૂકવવાનો રહેશે.”

મંત્રાલયના જણાવ્યા અનુસાર,”આ યોજનાનો લાભ લેનારા નોકરીદાતાઓએ ફક્ત ₹100 નો નજીવો એક

વખતનો દંડ ચૂકવવો પડશે, જે પાલન ન કરવા

બદલ પ્રમાણભૂત દંડ કરતા નોંધપાત્ર રીતે ઓછો છે. સરકારને આશા છે કે આ ઝુંબેશ

સામાજિક સુરક્ષા કવરેજ હેઠળ કર્મચારીઓની નોંધણીને પ્રોત્સાહન આપશે, અને નોકરીદાતાઓ

માટે પણ મહત્વપૂર્ણ રહેશે,

જેનાથી તેઓ

ઓછામાં ઓછા નાણાકીય અને કાનૂની બોજ સાથે તેમના ભૂતકાળના રેકોર્ડને નિયમિત કરી શકશે, જેનાથી વ્યવસાય

કરવામાં સરળતા રહેશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande