કેનેડાના વિદેશ મંત્રી, પ્રધાનમંત્રી મોદીને મળ્યા
નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે, સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, “પ્રધાનમંત્રી મોદીએ વિદેશ મંત્રી આનંદનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે, તેમની
કેનેડા


નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે,

સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, “પ્રધાનમંત્રી

મોદીએ વિદેશ મંત્રી આનંદનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે, તેમની મુલાકાત

ભારત-કેનેડા દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવાના ચાલુ પ્રયાસોમાં ફાળો આપશે.”

પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂનમાં જી-7 સમિટ માટે

કેનેડાની તેમની મુલાકાતને યાદ કરી, જે દરમિયાન તેમણે પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે ખૂબ જ

ઉત્પાદક મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ વેપાર, ઉર્જા, ટેકનોલોજી, કૃષિ અને લોકો-થી-લોકોના સંબંધોમાં બંને દેશો વચ્ચે વધતા

સહકારના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

મોદીએ માર્ક કાર્નીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું

કે,” તેઓ તેમના આગામી કાર્યક્રમોની રાહ જોઈ રહ્યા છે.”

હું આજે સવારે

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી, કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે એક એક્સ-પોસ્ટમાં

જણાવ્યું. આ ઉનાળામાં જી-7 સમિટમાં પ્રધાનમંત્રી મોદી સાથે પ્રધાનમંત્રી માર્ક

કાર્નીની મુલાકાતથી મળેલી પ્રેરણાના આધારે, કેનેડા અને ભારત અમારા કાયદા અમલીકરણ અને સુરક્ષા સંવાદ

ચાલુ રાખીને અને અમારા આર્થિક સંબંધોને વિસ્તૃત કરીને અમારા સંબંધોને વધુ મજબૂત

બનાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande