નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો
માટે ભારતીય વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ, આ અઠવાડિયે અમેરિકાની મુલાકાત
લેશે. બંને પક્ષો કરાર તરફ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે. પ્રસ્તાવિત દ્વિપક્ષીય
વેપાર કરાર પર અમેરિકા સાથે વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે.
સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે,” ભારત અને
અમેરિકા વચ્ચે આગામી વાટાઘાટો પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર કેન્દ્રિત છે.
એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, બંને પક્ષો કરારના પ્રથમ ભાગ માટે પાનખર
સમયમર્યાદા પર વિચાર કરી શકે છે. તાજેતરના મહિનાઓમાં ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો
પ્રગતિ અને મડાગાંઠ વચ્ચે અટવાઈ ગઈ છે. ટેરિફ તણાવને કારણે થયેલા વિરામ પછી બંને
પક્ષોએ સપ્ટેમ્બરમાં સામ-સામે વાટાઘાટો ફરી શરૂ કરી.”
નોંધનીય છે કે, બધાની નજર સમયમર્યાદા પર છે, જે બંને પક્ષોએ નવેમ્બર માટે મોટે ભાગે નક્કી
કરી છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં, બંને દેશોના નેતાઓએ અધિકારીઓને પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર
કરાર (બીટીએ) પર વાટાઘાટો શરૂ
કરવા નિર્દેશ આપ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ