પોરબંદર,13 ઓક્ટોબર (હિ.સ.) 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમોટર ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસેબિલિટી, સેરેબલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, મલ્ટિપલ ડિસેબિલિટી (ફકત આ ત્રણ પ્રકારની દિવ્યાંગતા સાથે) દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
જે અંતર્ગત સાધન સહાયમાં લોકોમોટર ડિસેબિલિટી, મલ્ટિપલ ડિમેબિલિટી (ફકત લોકોમોટર ડિસેબિલિટી સાથે અન્ય દિવ્યાંગતા) ધરાવતા દિવ્યાંગોને મોટરાઈઝડ ટ્રાઈસિકલ તેમજ સેરેબલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, લોકોમોટર ડિસેબિલિટી (ફકત લોકોમોટર ડિસેબિલિટી સાથે અન્ય દિવ્યાંગતા) ધરાવતા દિવ્યાંગોને જોયસ્ટીક વ્હીલચેર મળવાપાત્ર રહેશે.
અરજી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, પોરબંદરનો સંપર્ક કરવાનો રહેશે અથવા ઓનલાઈન અરજી માટે સમાજકલ્યાણની વેબસાઈટ પર અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર છે.
અરજીપત્રક સાથે દિવ્યાંગતા પ્રમાણપત્ર, ઉમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો, આધારકાર્ડ અને પાસપોર્ટ ફોટો સામેલ કરવાના રહેશે. નિયત ટારગેટ કરતા વધારે અરજીના કિસ્સામાં ડો પદ્ધતિ દ્વારા લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya