- એજન્સીએ
તમિલનાડુના ડ્રગ કંટ્રોલ અધિકારીઓ અને શ્રીસન ફાર્માના દરોડા પાડ્યા
ચેન્નઈ, નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.)
કફ સિરપથી થયેલા મૃત્યુના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈદી) એ સોમવારે,
શ્રીસન ફાર્માના ચેન્નઈ પરિસર અને તમિલનાડુ ડ્રગ કંટ્રોલ વિભાગના અધિકારીઓના પરિસર
પર, દરોડા પાડ્યા. કેન્દ્રીય તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ) હેઠળ દરોડા
પાડ્યા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે,” ઇડીના દરોડામાં તમિલનાડુ
ડ્રગ કંટ્રોલ ઓફિસ (ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) ના ઉચ્ચ અધિકારીઓના રહેઠાણોનો પણ
સમાવેશ થાય છે.” કેન્દ્રીય તપાસ એજન્સીએ મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં શ્રીસન
ફાર્માસ્યુટિકલ્સ સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદોની નોંધ લીધી અને મની લોન્ડરિંગ
વિરોધી કાયદા હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો.
ઉલ્લેખનીય છે કે, કોલ્ડરિફ કફ સિરપ પીધા પછી કિડની
ફેલ્યોરને કારણે તાજેતરના દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 20 થી વધુ બાળકોના
મૃત્યુ થયા છે. શ્રીસન ફાર્મા કોલ્ડરિફ કફ સિરપનું ઉત્પાદન કરે છે. કંપનીના માલિક, 73 વર્ષીય જી.
રંગનાથનની, આ કેસના સંદર્ભમાં 9 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ