ગીર સોમનાથ પોલિયો નાબૂદી તરફ સમાજ, અગ્રણીઓએ બે ટીપા પોલિયોના પહેલને બિરદાવી
ગીર સોમનાથ 13 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પોલીયો નાબૂદી માટે બે દીપા પોલિયો નાબૂદી માટેના અભિયાનમા વેરાવળના રામ મંદિર કૃષ્ણનગર ખાતે જિલ્લા શિક્ષણ કમિટીના સભ્યો મુકેશ ચોલેરા, સામાજિક કાર્યક
ગીર સોમનાથ પોલિયો નાબૂદી તરફ


ગીર સોમનાથ 13 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પોલીયો નાબૂદી માટે બે દીપા પોલિયો નાબૂદી માટેના અભિયાનમા વેરાવળના રામ મંદિર કૃષ્ણનગર ખાતે જિલ્લા શિક્ષણ કમિટીના સભ્યો મુકેશ ચોલેરા, સામાજિક કાર્યકર અનિષ રાચ્છ, યોગેશ સતીકુંવર દ્વારા બાળકોને પોલિયો નાબૂતી માટે બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

આ તકે આરોગ્ય વિભાગના નિયુક્ત થયેલ સુપરવાઇઝર હર્ષાબેન વાળાના માર્ગદર્શન હેઠળ બુથ સભ્યો રિયાબેન મોહનભાઈ ખોરબા, રીનાબેન ડોલરીયા, ડિમ્પલબેન કાચા, ભાવનાબેન દેવળીયા એ સરકારના માર્ગદર્શન ઉપર હેઠળ પોતાના બુથના તમામ વિસ્તારના બાળકોને પોલિયા ના ટીપા પીવડાવી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો નાબૂદી અભિયાનને વેગ આપવા અને ગિર સોમનાથને પોલિયો મુક્ત થવા સરકાર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રસીકરણના ટીપા પીવડાવી કોઈપણ બાળક પોલિયોગ્રસ્ત ન થાય તેની તકેદારી રાખી આવનારી પેઢીને સ્વસ્થ અને નીરોગી રાખવાની પહેલને બીરદાવી હતી..

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande