નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોમવારે
તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાંથી ઉદ્ભવેલા
સકારાત્મક વિચારને પુનરાવર્તિત કર્યો.
તેમણે કહ્યું કે,” સહકાર પુનઃસ્થાપિત કરવા અને બંને
પ્રધાનમંત્રીઓની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કામ કરવાની આપણી જવાબદારી છે. તેમણે
કહ્યું, જ્યારે આપણે
કેનેડા તરફ જોઈએ છીએ, ત્યારે આપણે એક
પૂરક અર્થતંત્ર જોઈએ છીએ,
આપણે વધુ ખુલ્લો
સમાજ જોઈએ છીએ, આપણે વિવિધતા અને
બહુલતા જોઈએ છીએ, અને અમે માનીએ
છીએ કે, આ એક નજીકના, સ્થાયી અને લાંબા
ગાળાના સહકાર માળખાનો પાયો છે.
વિદેશ મંત્રી ડૉ. જયશંકરે આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે
મુલાકાતી નેતા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી.વાટાઘાટોની શરૂઆતમાં પોતાના નિવેદનમાં, જયશંકરે જણાવ્યું
હતું કે,” આજની બેઠક માટે,
બંને પક્ષોએ
વેપાર, રોકાણ, કૃષિ, વિજ્ઞાન અને
ટેકનોલોજી, નાગરિક પરમાણુ
સહયોગ, કૃત્રિમ બુદ્ધિ, મહત્વપૂર્ણ ખનિજો
અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં આપણા સહયોગને આગળ વધારવા માટે એક મહત્વાકાંક્ષી
રોડમેપની રૂપરેખા આપી છે. વિદેશ મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે બંને ઉચ્ચ કમિશનરોએ
પોતપોતાની રાજધાનીઓમાં પોતાની જવાબદારીઓ સંભાળી છે અને આજની બેઠકનો ભાગ છે. આ અમારા
ઉચ્ચ કમિશનરો છે જેમની સાથે તમે વાત કરી છે.”
જયશંકરે ભારત અને કેનેડાની વિશ્વ બાબતોમાં સક્રિય રહેવાની
લાંબી પરંપરાને યાદ કરી અને કહ્યું કે,” વિદેશ મંત્રી અનિતા આનંદની મુલાકાત
વૈશ્વિક પરિદૃશ્યની સમીક્ષા કરવાની અને વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી
પાડશે.”
તેમણે કહ્યું કે,” છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત-કેનેડા
દ્વિપક્ષીય સંબંધોમાં સતત પ્રગતિ જોવા મળી છે. અમે અમારી ભાગીદારીને આગળ વધારવા
માટે જરૂરી પદ્ધતિઓને ફરીથી ડિઝાઇન અને સક્રિય કરવા માટે કામ કરી રહ્યા છીએ. જેમ
કે વડાપ્રધાન મોદીએ, કાનાનસ્કિસમાં વડાપ્રધાન કાર્ની સાથેની મુલાકાત દરમિયાન
જણાવ્યું હતું, ભારતનો અભિગમ
સકારાત્મક માનસિકતા સાથે આગળ વધવાનો છે. મુલાકાતી નેતાએ આજે વડાપ્રધાન મોદી સાથેની તેમની
વ્યક્તિગત મુલાકાતનો ઉલ્લેખ કર્યો. તેમણે 18 સપ્ટેમ્બરના રોજ બંને એનએસએ વચ્ચે થયેલી
બેઠકને મહત્વપૂર્ણ ગણાવી અને અન્ય બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો. તેમના પ્રારંભિક
નિવેદનમાં, કેનેડાના વિદેશ
મંત્રીએ સંબંધોને પુનઃસ્થાપિત કરવા વિશે વાત કરી.
તેમણે જણાવ્યું કે,” બંને સરકારો સંબંધોને વધુ આગળ વધારવા
માટે સંમત થયા છે. અમે વર્તમાન અને લાંબા ગાળે, ખાસ કરીને
ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમારી પરસ્પર પ્રાથમિકતાઓના સંદર્ભમાં, આ સંબંધને આગળ
વધારવા માટે સામૂહિક રીતે પ્રતિબદ્ધ છીએ.
આ સંદર્ભમાં, તેમણે ભારત-કેનેડા સંયુક્ત નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે,”
તે વિવિધ પાસાઓને આવરી લેશે. તે મહત્વપૂર્ણ ખનિજો, કૃત્રિમ બુદ્ધિ અને ઊર્જા જેવા મુખ્ય
ક્ષેત્રોમાં ભારત-કેનેડા સંબંધોને વધુ મજબૂત બનાવશે.” મુલાકાતી નેતાએ નોંધ્યું કે,
થોડા અઠવાડિયા પહેલા અહીં અમારા સુરક્ષા અને કાયદા અમલીકરણ અધિકારીઓ વચ્ચેની બેઠક
ખૂબ જ ફળદાયી રહી હતી અને આ ચર્ચાઓ ચાલુ રહેશે. અમારી બંને સરકારો આ સંવાદોના
મહત્વ પર સંમત છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ