ભાવનગર,13 ઓકટોબર (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં કાર્યરત DHEW દ્વારા પાલીતાણાની સ્વામી વિવેકાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રોટેક્શન ઓફિસર હેતલ દવે દ્વારા કાર્યકમની રૂપરેખા રજૂ કરવાની સાથે ઘરેલુ હિંસા
અધિનિયમ- 2005, કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી અધિનિયમ- 2013 વિશે માહિતી આપી હતી. 181ના કાઉન્સેલર કોમલબેને મહિલા અભિયમ હેલ્પલાઇન વિશે આરોગ્ય વિભાગના ડૉ. જયેન્દ્ર ભટ્ટે PC&PNDT એક્ટ અંગે તેમજ બેટી બચાવો બેટી પઢાવોના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. DHEWના કર્મચારીએ દિકરીઓના પોષણ, આરોગ્ય, શિક્ષણ, તબીબી અધિકારો, કાનુની અધિકારો,મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના તેમજ સેન્ટરોની વિગતવાર માહિતી આપી હતી.
મહાનુભાવોના હસ્તે એક લાભાર્થીને દીકરી વધામણા કીટ તેમજ રમતગમતમાં સિદ્ધિ મેળવેલ 3 દીકરીઓનું BBBP યોજનાના લોગો વાળી ઘડિયાળ આપી સન્માનિત કરાયાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ