જામનગરની ૧૮૧ અભયમ ટીમ દ્વારા શારીરિક અશક્ત વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવાયું
જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર ૧૮૧ અભયમની ટીમે એક શારીરિક રીતે અશક્ત વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ પર કોલ કરીને જણાવ્યું હતું કે કોઈ નિઃસહાય વૃદ્ધા એક ખેતરમાં છે અને તેઓને મદદની જરૂર છે. ત્યારબાદ તાત્ક
181 અભયમ


જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર ૧૮૧ અભયમની ટીમે એક શારીરિક રીતે અશક્ત વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ પર કોલ કરીને જણાવ્યું હતું કે કોઈ નિઃસહાય વૃદ્ધા એક ખેતરમાં છે અને તેઓને મદદની જરૂર છે. ત્યારબાદ તાત્કાલિક ધોરણે ૧૮૧ ટીમના કાઉન્સેલર રૂપલ મકવાણા, મહીલા કોન્સ્ટેબલ ગીતાબેન ધારવિયા અને ડ્રાઈવર સુરજીતભાઈ વાઘેલા સહિતની ટીમ ઘટનસ્થળે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા સાથે વૃદ્ધાને ભાવનાત્મક ટેકો પુરો પાડી કાઉન્સેલિંગ કર્યું હતું.

આ દરમિયાન વૃદ્ધાની યાદશક્તિ નબળી જણાતા માત્ર પોતાનું અને તેમના દીકરાનું નામ જણાવ્યું હતું. અને પોતાના રહેણાંક વિસ્તારની અપૂરતી માહિતી આપી શક્યા હતા. બાદમાં અભયમની ટીમેએ માહિતીના આધારે આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરતા એક વ્યક્તિ દ્વારા વૃદ્ધાની ઓળખ થઇ હતી. અને અભયમની ટીમે તેણીના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. તેઓએ જણવ્યું હતું કે તેમના બા સવારે ઘરેથી નીકળ્યા હતા અને તેઓને રસ્તો યાદ રહેતો નથી. સવારથી તેઓ શોધખોળ કરતા હતા. પરંતુ અભયમની ટીમે પુનઃ મહિલાનું પરિવારજનો સાથે મિલન કરાવતા તેઓએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande