વિકાસ સપ્તાહ ઉજવણી આઈ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જૂનાગઢની કુલ-179 આંગણવાડીઓ દ્વારા કુલ-7 જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસનું ભવ્ય આયોજન
જૂનાગઢ,13 ઓક્ટોબર (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ હસ્તકની ની કુલ-179 આંગણવાડીઓ દ્વારા કુલ-7 જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસનું ભવ્ય આયોજન ક
વિકાસ સપ્તાહ ઉજવણી


જૂનાગઢ,13 ઓક્ટોબર (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ હસ્તકની ની કુલ-179 આંગણવાડીઓ દ્વારા કુલ-7 જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણ અને સ્વાસ્થ્ય વિશે સમુદાય સ્તરે મહત્તમ જાગૃતિ લાવી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.

આ કાર્યક્રમોમાં આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા દ્વારા પોષણ સંગમ કાર્યક્રમની રૂપરેખા, કાર્યક્રમમાં અનુસરવાના થતા 10 પગથીયાં તેમજ CMAM & EGF વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત પોષણ સંગમ કાર્ડ (1,2,3 ), ICDS સેવાઓ, THRમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન, અને પ્રિ-સ્કૂલ/પૂર્ણા કીટના માહિતીસભર સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા. તેમજ આંગણવાડીની કિશોરીઓ દ્વારા સુંદર રંગોળી પણ બનાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ગંભીર અને સામાન્ય કુપોષણ માંથી સુધારો કરીને લીલા ગ્રેડમાં આવેલા બાળકો તેમજ તેમના વાલીઓને પોષણ સંગમના લોગોવાળો ખાદીનો હાથરૂમાલ તેમજ ક્રેયોન્સ કલર અને કલર ચીત્રપોથી આપી સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમની સાથે 7 થી 15 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં “વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા પણ “વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય લાભાર્થીઓને સરકાર દ્વારા અપાતા ટી.એચ.આર. (Take Home Ration) તેમજ સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ સરગવા અને પોષક તત્વોથી ભરપૂર મિલેટ્સ (રાગી, જુવાર, બાજરી વગેરે)નો ઉપયોગ કરીને વિવિધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવાની સરળ રીતો વિશે જ્ઞાન આપવાનો હતો. કાર્યક્રમના અંતે લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ (THR) વિતરણ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande