લસકાણામાં ફ્રૂટની લારી ચલાવતા યુવકે ઘર પાસે રહેતી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો
સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.)-શહેરના લસકાણા વિસ્તારમાં રહેતો યુવકે ઘર પાસે જ રહેતી કિશોરી પર દાનત બગાડી હતી. શરૂઆતમાં કિશોરી સાથે મિત્રતા કર્યા બાદ તેની સાથે વાતચીત કરવા માટે તેને ફોન આપ્યો હતો. ત્યારબાદ અવારનવાર તેની સાથે વાતચીત કરી મળવાના બહાને અગાસી
rape


સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.)-શહેરના લસકાણા વિસ્તારમાં રહેતો યુવકે ઘર પાસે જ રહેતી કિશોરી પર દાનત બગાડી હતી. શરૂઆતમાં કિશોરી સાથે મિત્રતા કર્યા બાદ તેની સાથે વાતચીત કરવા માટે તેને ફોન આપ્યો હતો. ત્યારબાદ અવારનવાર તેની સાથે વાતચીત કરી મળવાના બહાને અગાસી પર બોલાવી હતી. જ્યાં યુવકે રાત્રિના સમયનો લાભ ઉઠાવી બળજબરી કરી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ સઘળી હકીકત માતા-પિતાને જણાવતા તેઓએ આ મામલે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે લસકાણા વિસ્તારમાં આવેલ લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા કરણ રસિકભાઈ રાજકોટિયા એ તેની જ સોસાયટીમાં રહેતી એક માત્ર 16 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. શરૂઆતમાં કિશોરી સાથે મિત્રતા કરી તેને એક મોબાઇલ ફોન આપ્યો હતો. ત્યારબાદ બંને અવારનવાર વાતચીત કરતા હતા. આ દરમિયાન થોડા દિવસ પહેલા કરણ યુવતીને કિશોરીને મળવા માટે અગાસી પર બોલાવી હતી. ત્યાં શારીરિક અડપલાં કરી નીકળી ગયો હતો. જોકે બે ત્રણ દિવસ બાદ રાત્રે 1:00 વાગ્યાના સમયે કરણે કિશોરીને ફોન કરી મળવા માટે આગાસી પર બોલાવી હતી. રાત્રે એક વાગે કિશોરી અગાસી પર મળવા માટે જતા કરણે તેની સાથે બળજબરી કરી હતી પરંતુ કિશોરીએ ના પાડતા હોવા છતાં પણ તેની સાથે કરણે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે બાદમાં સવારે કિશોરીએ સઘળી હકીકત માતા-પિતાને જણાવતા તેઓએ આ મામલે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કરણ રાજકોટિયા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande