મહેસાણા, 13 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગુડલક પાર્ટીપ્લોટ, રાધનપુર રોડ ખાતે સ્વદેશી શોપિંગ ફેસ્ટીવલનું વિશાળ ઉદ્ઘાટન યોજાયું. આ પ્રસંગે લોકપ્રિય સાંસદ હરિભાઈ ઉપસ્થિત રહ્યા અને ફેસ્ટીવલના આરંભનો પાવન પ્રસંગ ધ્યાનપૂર્વક નિહાળો.ફેસ્ટીવલમાં સ્થાનિક ઉત્પાદકો, હસ્તકલા અને ઉદ્યોગધંધાઓના સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વિવિધ પ્રકારના સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા વસ્તુઓ, પરંપરાગત વસ્ત્રો અને ખાદ્યપદાર્થોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. મહાનગરપાલિકા તરફથી આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વેપારીઓ અને હસ્તકલાકારોને પ્રોત્સાહન આપવું તેમજ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવું છે.સાંસદ હરિભાઈએ ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આવું ફેસ્ટીવલ ન કેવળ અર્થતંત્ર માટે લાભદાયક છે, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાના પ્રચારમાં પણ મહત્વનો છે. તેમણે લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું અને સમૂહ સ્વચ્છતા જાળવવાની પણ અપીલ કરી.ફેસ્ટીવલ આગામી દિવસોમાં વિવિધ Cultural કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે ચાલશે, જે મહેસાણાના લોકોને એક નવા પ્રેરણાદાયક અને આનંદદાયક અનુભવ પ્રદાન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR