કલોલમાં 'પ્લાસ્ટિક મુક્ત કલોલ અભિયાન 2025' નો પ્રારંભ, 25,000 નોન-વુવન બેગનું વિતરણ
કલોલ/અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.): વિશ્વમાં અને દેશમાં જ્યારે પર્યાવરણ બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો તેને અનુલક્ષીને કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષ પટેલે આજે, 13 ઓક્ટોબરે, ''પ્લાસ્ટિક મુક્ત
કલોલમાં 'પ્લાસ્ટિક મુક્ત કલોલ અભિયાન 2025' નો પ્રારંભ, 25,000 નોન-વુવન બેગનું વિતરણ


કલોલ/અમદાવાદ,13 ઓકટોબર (હિ.સ.): વિશ્વમાં અને દેશમાં જ્યારે પર્યાવરણ બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો તેને અનુલક્ષીને કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષ પટેલે આજે, 13 ઓક્ટોબરે, 'પ્લાસ્ટિક મુક્ત કલોલ અભિયાન 2025' નો પ્રારંભ કર્યો.

આ અભિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે શરૂ કરાયેલા વિવિધ જનજાગૃતિ અભિયાનોના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે.

કલોલના ખૂનીબંગલા ચાર રસ્તા નજીક રેડ ક્રોસ સોસાયટી ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પર્યાવરણ સંસ્થાના સહયોગથી લગભગ 25,000 નોન-વુવન બેગનું વિતરણ કરવામાં આવ્યું.

પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અનિવાર્ય છે. તેમણે નાગરિકોને દૈનિક જીવનમાં નોન-વુવન અથવા કાપડના બેગનો ઉપયોગ કરીને કલોલને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા અપીલ કરી.

આ કાર્યક્રમમાં કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કલોલ રેડ ક્રોસ સોસાયટીના સભ્યો અને પર્યાવરણ સંસ્થાના સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande