સારોલીમાં ડી.એમ.ડી. માર્કેટના વેપારી સાથે 22.18 લાખની છેતરપિંડી
સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.): સુરત કડોદરા રોડ, સારોલી સ્થિત ડી.ઍમ.ડી. માર્કેટમાં ધંધો કરતા વેપારી પાસેથી દિલ્લીના વેપારીઓએ મુન્દ્રા પિતા-પુત્ર દલાલ મારફતે ડાઈડ કાપડનો માલ ખરીદ્યા બાદ 21.18 લાખ નહી ચુકવી ચુનો ચોપડતા મામલો પોલીસમાં પહોચ્યો છે. પોલીસના જ
સારોલીમાં ડી.એમ.ડી. માર્કેટના વેપારી સાથે 22.18 લાખની છેતરપિંડી


સુરત, 13 ઓક્ટોબર (હિ.સ.): સુરત કડોદરા રોડ, સારોલી સ્થિત ડી.ઍમ.ડી. માર્કેટમાં ધંધો કરતા વેપારી પાસેથી દિલ્લીના વેપારીઓએ મુન્દ્રા પિતા-પુત્ર દલાલ મારફતે ડાઈડ કાપડનો માલ ખરીદ્યા બાદ 21.18 લાખ નહી ચુકવી ચુનો ચોપડતા મામલો પોલીસમાં પહોચ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ સારોલી, ડી.અમ.ડી. માર્કેટમાં બાલાજી ફેબ ટેક્ષ નામે ધંધો કરતા સુનીલ સાંગીદાસ હરકુટ (ઉ.વ.28.રહે, ડી.જી.એપાર્ટમેન્ટ, પરવત પાટીયા) સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. રિંગ રોડ જય લક્ષ્મી ટેક્ષટાઈલ માર્કેટમાં મુન્દ્રા એજન્સીના નામે દલાલીનું કામકાજ કરતા આરોપી નંદકિશોર મુન્દ્રા, અનુરાગ નંદકિશોર મુન્દ્રા અને સુરેશ મુન્દ્રાએ ગત તા 1 એપ્રિલ 2024 થી 21 ફેબ્રુઆરી 2025 સુધીમાં ધર્મપુર, ગાંધીનગર દિલ્લી ખાતે ઓમ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર લલિત અને દિલ્લીમાં શહદરા રોહત્ક નગર ખાતે જયપાલ વસ્ત્ર ભંડારના પ્રોપરાઈટર દિપક ઠાકુર સાથે મળી ડાઈડ કાપડનો માલ ખરીદ્યો હતો જેમાંથી રૂપિયા 21,18,000નું પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી. સારોલી પોલીસે સુનીલભાઈ હરકુટની ફરિયાદ લઈ મુન્દ્રા પિતા-પુત્ર અને દીલ્લીના બંને વેપારીઓ સામે ગુનો દાખલ કરી અગાળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande