વિજાપુરમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નથી
મહેસાણા,13 ઓક્ટોબર (હિ.સ.) વિજાપુરના ટીબી રોડ પર બપોરના સમયે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ, જેના કારણે આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ. પ્રાથમિક અનુમાન મુજબ તીવ્ર ગરમીને કારણે કારમાં આગ લાગી હોવાની શક્યતા છે. આ કાર કલ્પેશલાડોલવાળાની માલિકીની
વિજાપુરમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નથી


મહેસાણા,13 ઓક્ટોબર (હિ.સ.)

વિજાપુરના ટીબી રોડ પર બપોરના સમયે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ, જેના કારણે આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ. પ્રાથમિક અનુમાન મુજબ તીવ્ર ગરમીને કારણે કારમાં આગ લાગી હોવાની શક્યતા છે. આ કાર કલ્પેશલાડોલવાળાની માલિકીની હતી અને તે તડકામાં પાર્ક હતી.

આગ લાગતા જ આસપાસના લોકોએ તાત્કાલિક આગ બુઝાવવા પ્રયાસ કર્યો અને વિઝાપુર પાલિકાના ફાયર વિભાગને જાણ કરી. ફાયર વિભાગના અધિકારી કુલદીપભાઈ તથા તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ફાયર ફાઇટર ઉપકરણોના ઉપયોગથી આગ પર નિયંત્રણ મેળવ્યું.જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતાં કાર સંપૂર્ણપણે સળગી ગઈ હતી. આ ઘટનામાં મોટા મલમત્તા નષ્ટ થયા હોવા છતાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં થઈ.

ફાયર વિભાગે વાહનમાલિકને સલાહ આપી કે તડકામાં વાહન પાર્ક કરતી વખતે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. આસપાસના લોકોએ પણ આગ અને બીમારીની સ્થિતિમાં તરત જાણ કરવા અને સહાય માટે તત્પર રહેવાની મહત્તા સમજાવવાની સલાહ આપી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande