નવી દિલ્હી, 13 ઓક્ટોબર (હિ.સ.) ટાટા ઓટો-કોમ્પ સિસ્ટમ્સ લિમિટેડ 15 ઓક્ટોબરથી
દિલ્હીમાં શરૂ થનારા ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય રેલ્વે ઉપકરણ પ્રદર્શન (આઈઆરઇઇ) 2025 માં તેના નવીનતમ
અને અત્યાધુનિક રેલ્વે સોલ્યુશન્સનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શન નવી દિલ્હીના ભારત
મંડપમ ખાતે યોજાશે.
રેલ્વેના
ભવિષ્યને આકાર આપવો થીમ હેઠળ, ટાટા ઓટો-કોમ્પ તેની અદ્યતન પ્રોપલ્શન સિસ્ટમ્સ, એચવીએસી (હીટિંગ, વેન્ટિલેશન અને
એર કન્ડીશનીંગ) સોલ્યુશન્સ,
સીટિંગ સિસ્ટમ્સ
અને ટકાઉ લાઇટ રેલ ઘટકોનું પ્રદર્શન કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સોલ્યુશન્સ
મુસાફરોના આરામને વધારવા,
ઉર્જા
કાર્યક્ષમતા સુધારવા અને જાળવણી ખર્ચ ઘટાડવા માટે રચાયેલ છે.”
ટાટા ઓટો-કોમ્પના વાઇસ ચેરમેન અરવિંદ ગોયલે જણાવ્યું હતું
કે, રેલ્વે
ક્ષેત્રમાં વૈવિધ્યકરણ અમારા માટે એક સ્વાભાવિક પગલું છે. ભારતનું રેલ નેટવર્ક
ઝડપથી આધુનિક બની રહ્યું છે, અને સરકાર માળખાગત સુવિધાઓ અને મુસાફરોની સુવિધા પર ધ્યાન
કેન્દ્રિત કરી રહી છે. સ્કોડા સાથેનો અમારો સહયોગ ભારતની ઉત્પાદન ક્ષમતાઓ
અને વૈશ્વિક કુશળતા વચ્ચે પુલ તરીકે સેવા આપશે.
કંપનીએ રેલ્વે ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરવા માટે,
વૈશ્વિક ટેકનોલોજી અગ્રણીઓ - સ્કોડા, કોમ્પિન ફેન્સા અને એર ઇન્ટરનેશનલ થર્મલ સિસ્ટમ્સ - સાથે
વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી દ્વારા, કંપની ભારતમાં વિશ્વ કક્ષાના ઉત્પાદનોનું
સ્થાનિક ઉત્પાદન સુનિશ્ચિત કરશે, જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનોને વધુ મજબૂત
બનાવશે.
એમડી અને સીઈઓ મનોજ કોલ્હાટકરે જણાવ્યું હતું કે,” અત્યાર
સુધી, ભારતીય રેલ્વે
મોટાભાગે આયાતી તકનીકો પર આધાર રાખતી હતી. અમારું લક્ષ્ય આ તકનીકોને ભારતમાં
લાવવાનું, તેમને સ્થાનિક
બનાવવાનું અને ગ્રાહક પ્રતિભાવ સમય ઘટાડવાનું છે. અમે ભારતીય બજાર માટે ટકાઉ, ખર્ચ-અસરકારક અને
ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉકેલો વિકસાવવા માટે અમારી ઉત્પાદન શ્રેષ્ઠતા અને અમારા
ભાગીદારોની વૈશ્વિક કુશળતાને જોડી રહ્યા છીએ.”
ઓટોમોટિવ સીટિંગ સિસ્ટમ્સ અને કમ્પોઝિટમાં દાયકાઓના અનુભવ
સાથે, ટાટા ઓટો-કોમ્પ
હવે આ તકનીકોને રેલ્વે ક્ષેત્રમાં લાગુ કરી રહી છે. કંપની જણાવે છે કે,” હળવા અને
ટકાઉ ઘટકો કોચનું વજન ઘટાડશે, જેનાથી વીજ વપરાશ અને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. ટાટા
ઓટો-કોમ્પનો હેતુ રેલ્વે ગતિશીલતા ક્ષેત્ર માટે એવા ઉત્પાદનો વિકસાવવાનો છે, જે
ટકાઉ, ઉર્જા-કાર્યક્ષમ
અને ભારતની ભાવિ પરિવહન જરૂરિયાતો સાથે સુસંગત હોય.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ