કાકડકુઇ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ કન્યા છાત્રાલયનું મહિલાઓના હસ્તે ભૂમિપૂજન થયું
- ગુજરાત રાજ્યમાં કદાચ પત્રિકામાં પણ મહિલાઓના નામ અને સ્ટેજ ઉપર પણ મહિલાઓને સ્થાન - આદિવાસી વિસ્તારમાં દીકરીઓને ભણાવવા મહિલાઓએ કરોડો રૂપિયાનું દાન કર્યું - સૌથી ઉત્તમદાન શીતલ ઝડફિયાએ તેના પ્રિય ઘરેણા વેચીને આ દીકરીઓને દાનની જાહેરાત કરી ભરૂચ, 13
કાકડકુઇ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ કન્યા છાત્રાલયનું મહિલાઓના હસ્તે ભૂમિપૂજન થયું


કાકડકુઇ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ કન્યા છાત્રાલયનું મહિલાઓના હસ્તે ભૂમિપૂજન થયું


કાકડકુઇ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ કન્યા છાત્રાલયનું મહિલાઓના હસ્તે ભૂમિપૂજન થયું


- ગુજરાત રાજ્યમાં કદાચ પત્રિકામાં પણ મહિલાઓના નામ અને સ્ટેજ ઉપર પણ મહિલાઓને સ્થાન

- આદિવાસી વિસ્તારમાં દીકરીઓને ભણાવવા મહિલાઓએ કરોડો રૂપિયાનું દાન કર્યું

- સૌથી ઉત્તમદાન શીતલ ઝડફિયાએ તેના પ્રિય ઘરેણા વેચીને આ દીકરીઓને દાનની જાહેરાત કરી

ભરૂચ, 13 ઓક્ટોબર (હિ.સ.) વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલગ્ન વિદ્યાભારતી શિક્ષણ સમિતિ નર્મદા સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સીલન્સ કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન સમારોહ મહિલાઓના કરકમલોથી કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં કંઈક અનેરો હોય તેવું લાગી રહ્યું હતું. આ કાર્યક્રમની પત્રિકા તેમજ સ્ટેજ ઉપર પણ માત્ર મહિલાઓ જ હતી અને આ મહિલાઓએ આદિવાસી વિસ્તારની ગરીબ દીકરીઓને ભણાવવા માટે અને રહેવા માટે બનતી કન્યા છાત્રલયને કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું. તેમાં એક મુખ્ય એવો દાખલા રૂપ બનાવ શીતલ શૈલેષ ઝડફિયાએ તેના ઘરેણા વેચીને આ દીકરીઓ માટે લાખો રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. ખરેખર આ કાર્યક્રમ મહિલાઓએ પુરવાર કરી દીધૂ કે નારી તું નારાયણી છે.સ્ટેજ ઉપર માત્ર મહિલાઓ જ હોય એવો આ પ્રથમ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં થયો હતો.95 વર્ષના ગોદાવરીબાનું મહિલાઓએ તેમજ હાજર સૌએ ઊભા થઈ સન્માન કર્યું હતું .ગોદાવરી બાએ જાતે ત્રિકમ ઉપાડી ભૂમિપૂજનનો પહેલો ત્રિકમ માર્યો હતો .આજેપણ આ ઉંમરે જોસ અને જુસ્સો તેમજ ઉત્સાહ લોકો માટે પ્રેરણાદાયક હતો.

ધનજીભાઈ ઝડફિયાની પુત્રવધુ કન્યા છાત્રલયનું ભૂમિ પૂજન હતું તે કાર્યક્રમમાં દરેક દાતાઓએ યથાશક્તિ દાન કર્યું ત્યારે મને અમારી કીટી હોય તેમાં અમે મળતા હોઈએ છીએ કીટીમાં ડાન્સ, ખાણી,પીણી અને મોજ મસ્તી કરતા હોઈએ છીએ પરંતુ અમે બહેનો મળીએ ત્યારે દેશ ,સમાજ ઘર પરિવાર માટે આપણે શું કરી શકીએ તેની ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આજે મારી બહેન મારી સાથે જ હતી તેણે મને યાદ અપાવી તું પણ યથાશક્તિ કંઈક દાન કર ત્યારે મને વિચાર આવ્યો હું જોબ તો કરતી નથી મારી બીજી કોઈ આવક પણ નથી હું ગૃહિણી છું તો મહિલાને પ્રિય એવા ઘરેણા હોય છે તેનાથી હું સમાજ કે આ દીકરીઓને મદદ કરી શકું એના માટે આજે મેં નિર્ધાર કર્યો. મારી પાસેના ઘરેણામાંથી થોડા ઘરેણા આપી તેમાંથી આવેલ રૂપિયાનું દાન કરીશ. મારું પિયર શૈલેષ લુખી અને મારા સાસરિયાવાળા ઝડફીયા પરિવાર પણ સમાજને કંઈક આપતા આવ્યા છે જે હું ઘણા વર્ષોથી જોઉં છું એટલે મેં પણ કંઈક સદ્દકાર્યમાં સહભાગી થવાનું નક્કી કર્યું મારી યથાશક્તિ પ્રમાણે દાન કરીશ. શીતલ શૈલેષ ઝડફિયા

આ વિસ્તારના લોકો મન ,વચન અને કાયાથી સ્વચ્છ છે. સંસ્કૃતિયુક્ત શિક્ષણ અહીંની દીકરીઓને મળે છે સરકારે વિશ્વાસ મૂક્યો છે. અહીંની 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓએ છઠ્ઠા ધોરણની દીકરીઓને સાચવી બધું શીખવાડ્યું હતું. વિદ્યાભારતીની શરૂઆત 73 વર્ષ પહેલાં થઈ હતી તેમાંનું આ એક નાનું બિંદુ છે કુલ 27000 વિદ્યાભારતી સ્કૂલ છે . આશા થાનકી

આ વિસ્તારમાં ઝડફિયા પરિવારે 20 વર્ષ પહેલા એકલા હાથે કાંઈ પ્રચાર વગર નામની કોઈ પડી નથી આધ્યાત્મિકતાનું છેલ્લું સ્થાન એટલે માધવ વિદ્યાપીઠની સ્થાપના કરી સેવા કરી રહ્યા છે. દરેકને અપનાવવા જોઈએ .સંઘના પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાણી અનુસરવો જોઈએ .કેશુભાઈ ગોટી આ પહેલો કાર્યક્રમ જોયો પત્રિકામાં માત્ર બહેનોના નામ અને સ્ટેજ પણ બહેનોથી જ સુશોભિત છે .આજે મોબાઇલનું દુષણ ખૂબ વધી ગયું છે .આ અઝગરી ભરડામાંથી લોકોને બહાર લાવવા જરૂરી છે.હરિષદાદા રાવલ

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande