વરાછાના હીરા વેપારી સાથે 51.67 લાખની છેતરપિંડી
સુરત , 13 ઓક્ટોબર (હિ.સ.)-વરાછા, મીનીબજાર, ડાયમંડ વર્લ્ડમાં ઓફિસ ધરાવતા હીરા વેપારીને શરુઆતમાં સમયસર પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધા બાદ રૂપિયા 51.67 લાખનો માલ ખરીદી પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરનાર દલાલ, વેપારી સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

બનાવની વિગત એવી છે કે, સિંગણપોર, વેડરોડ ગુરુકુળ પાસે, ગુરુકૂપા સોસાયટીમાં રહેતા ભાવેશકુમાર મહેશભાઈ હળવદીયા (ઉ.વ.42) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછા મીનીબજાર, ડાયમંડ વર્લ્ડમાં ઓફિસ ધરાવે છે. ભાવેશકુમારની વિજય દવે (રહે, શ્રીજી કોમ્પ્લેક્ષ, એલ.એચ.રોડ. વરાછા) નામના દલાલે પ્રફુલ ભીખા વઘાસીયા (રહે, માન્ય રેસીડેન્સી સરથાણા જકાતનાકા) સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ તેમની ઓફિસમાં આવી સમયસર પેમેન્ટ આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી રૂપિયા 16.57 લાખની હીરાનો માલ ખરીદ્યો તો જેમાંથી 7 લાખ રોકડા આપી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. અગાઉથી નક્કી કરેલા પ્લાનીંગ મુજબ બીજી વાર પ્રફુલ વઘાસીયાએ રૂપિયા 42.10 લાખનો 536.36 કેરેટ સેફ સી.વી.ડી ના તૈયાર હીરાનો માલ આંગડીયા મારફતે જાકીર નામના વ્યકિત હસ્તક મુંબઈ આંગડીયું કરાવ્યુ અને ત્યાંથી બેગકોક ખાતે મોકલી આપ્યું હતુ. આ હીરાનું પેકેટ સુનીલ શેઠ ઉર્ફે નરેશ લાલજી પટેલ નામના વ્યકિતએ રીસીવ કર્યું હતું. હીરા દલાલ સહિત ચારેય જણાની ટોળકીએ ૨૫ મે થી 10 જૂન સુધીમાં કુલ રૂપિયા 51,67,000નો હીરાનો માલ ખરીધ્યો હતો. ભાવેશકુમારે પેમેન્ટની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી. વરાછા પોલીસે ભાવેશકુમારની ફરિયાદને આધારે ચારેય જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande