મહેસાણામાં યુજીવીસીએલ ગેટ પાસે 60 ફૂટની ટ્રક ફસાઈ, આઠ કલાક ટ્રાફિક જામ
મહેસાણા, 14 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા શહેરમાં ગાયત્રી ચોકડીથી માનવ આશ્રમ માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. યુજીવીસીએલ ગેટ પાસે 60 ફૂટની મોટી ટ્રક ટર્ન લઈ અંદર નહીં જઈ શકતાં આખો દિવસ રસ્તામાં અટવાઈ રહી હતી. આ કારણે ગાયત્રી ચોકડીથી માનવ
મહેસાણામાં યુજીવીસીએલ ગેટ પાસે 60 ફૂટની ટ્રક ફસાઈ, આઠ કલાક ટ્રાફિક જામ


મહેસાણા, 14 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા શહેરમાં ગાયત્રી ચોકડીથી માનવ આશ્રમ માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. યુજીવીસીએલ ગેટ પાસે 60 ફૂટની મોટી ટ્રક ટર્ન લઈ અંદર નહીં જઈ શકતાં આખો દિવસ રસ્તામાં અટવાઈ રહી હતી. આ કારણે ગાયત્રી ચોકડીથી માનવ આશ્રમ સુધીનો માર્ગ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંપૂર્ણ રીતે અવરોધિત રહ્યો હતો.

સામેની સાઇડ વન-વે હોવાથી વાહન ચાલકોને વિકલ્પ રસ્તો ઉપલબ્ધ ન રહ્યો, પરિણામે લાંબી કતારો સર્જાઈ હતી. અંતે સાંજે ટ્રકને ગેટમાં પ્રવેશ આપવો શક્ય બને તે માટે સામેના ડિવાઇડરમાં કટ ખોલવામાં આવ્યો હતો, ત્યારબાદ જ ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય બન્યો હતો.

હાલમાં શહેરના ઝુલેલાલ સર્કલથી માનવ આશ્રમ સુધીના માર્ગને, મહાનગરપાલિકા “આઇકોનિક રોડ” તરીકે વિકસાવી રહી છે. યુજીવીસીએલ અને જેટકો તરફ પાર્કિંગ, કેબલ ડકલાઇન અને ફુટપાથ ડેવલપમેન્ટ માટે 4.5 મીટર જગ્યા લેવામાં આવી હોવાથી માર્ગની પહોળાઈ ઘટીને માત્ર 7 મીટર જેટલી રહી છે. આ કારણે ભારે વાહન વ્યવહાર દરમિયાન અવરોધ સર્જાવાની શક્યતા વધી ગઈ છે. સ્થાનિકોએ તંત્રને યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande