પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરમાં દિવાળી સમયે બજારમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે પોરબંદર ભાંગી રહ્યુંછે.હાલદિવાળી સમયે અન્ય જિલ્લાની બજારમાં ખબ ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદી પણ કરી રહ્યા છે.પરંતુ ગાંધી ભૂમિ પોરબંદરમાં દીવાળી સમયે પોરબંદરની બજારમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ હોય તેમ દેખાય રહ્યું છે. દિવાળી સમયે જે ભીડ હોવી જોઈએ તે ભીડ હાલ જોવા મળતી નથી ગ્રાહકો દુકાનો પર જઈ ભાવ સાંભળી પાછા વળી રહ્યા છે. જેના લીધે પોરબંદરની બજારમાં દિવાળીના તહેવારે મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદરની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ભાંગી રહી છે. શહેરમાં ઉદ્યોગો કે કોઈ વિશેષ રોજગારોનો સ્ત્રોત ન આવવાથી પરિવારો પોરબંદરને છોડી અન્ય જિલ્લામાં રોજગારી માટે સ્થળાંતર કરી રહ્યા છે અથવા તો તેમના સંતાનોને અન્ય જિલ્લામાં સારી નોકરીની આશાએ મોકલી રહ્યા છે. એકંદરે પોરબંદર આર્થિક રીતે ભાંગી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya