પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા પોરબંદર જીલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા માટે ક્રાઈમ કોન્ફન્સ યોજવામાં આવી હતી જેમાં 09/2025 માં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવામાં આવ્યા.
પોલીસ અધિક્ષકની કચેરી કાઈમ કોન્ફરન્સ હોલ ખાતે જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને 09/2025 ના માસની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા આગામી સમયમાં આવનાર તહેવારો જેમાં દિવાળી તથા નવુ વર્ષ તથા ભાઈબીજના તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થીતી જળવાય તથા શહેર વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યા નિવારવા તથા દિવાળીના તહેવાર દરમ્યાન શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓ ન બને તે સારુ અસરકારક પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા તથા દિવાળીના તહેવાર સબબ કોમ્બીંગ નાઈટનું આયોજન કરી હોટલ-ધાબા ચેક કરવા અંગે તથા ગ્રામીણ વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અંગે તથા HS-MCK ચેક કરવા અંગે તથા અકસ્માતના બનાવો નિવારવા અંગે તથા ચાલુ માસ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ તથા અસામાજીક તત્વો ની પ્રવૃતીઓ પર વોચ તપાસ રાખવા અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાઈમ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા પોરબંદર શહેર ડીવીઝન તથા મુખ્યમ મથક તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્ય ડીવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા સાહેબ પોરબંદર એસ.સી./એસ.ટી. સેલ તથા રાણાવાવ ડિવીઝન તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગત માસમાં યોગ્ય તપાસ કરી ગંભીર ગુના આરોપીને 3 વર્ષની સખત કેદની સજા તથા દંડ કરાવી તથા ગંભીર ગુનાના ઘણા વર્ષથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની તથા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી તથા હથીયારધારાનો કેસ શોધી કાઢી તથા એન.ડી.પી.એસ.નો કેસ શોધી કાઢી તથા પોલીસ જાપ્તામાંથી નાશી જનાર આરોપીને પકડી પાડવાની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તે સારૂ પ્રોત્સાહન રૂપે પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા.આ ક્રાઈમ કોન્ફ્રન્સમાં રાણાવાવમાં દાખલ થયેલા બી.એન.એસ. ક.75(2), 78, 351(3) તથા પોક્સો એકટ ક. 12 મુજબ દાખલ થયેલા ગુનામાં આરોપીને ઝડપી સચોટ પુરાવા એકત્ર કરી કોર્ટ દ્વારા આરોપીને 10 હજારનો દંડ અને 3 વર્ષની કેદ કરાવવા માટે રાણાવાવ પોલીસ સ્ટેશનના પી.આઈ. તળાવિયા, એ.એસ.આઈ. સવદાસ ઓડેદરા અને રણજિત ડાંગર, કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા બદલ એલ.સી. બી.ના એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા અને ઉપેન્દ્રસિંહ જાડેજા, કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના નાસ્તા ફરતા આરોપીને દિલ્હીથી ઝડપી પાડવા બદલ એલ.સી. બી.ના કોન્સ.નટવરભાઈ ઓડેદરા અને વુ. કોન્સ. નાથીબેન કુછડીયા,આસામ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોરબંદરથી ઝડપી પાડવા માટે એલ.સી.બી.ના એ.એસ.આઈ. રણજીતસિંહ દયાતર, થાઈલેન્ડમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર શખ્સ વિરુદ્ધ કમલાબાગ પોલીસ મથકમાં દાખલ થયેલ ફરિયાદના આરોપીને દિલ્હીથી ઝડપી પાડવા બદલ એલ.સી.બી.ના એ.એસ.આઈ. મુકેશ માવદિયા અને કોન્સ. વિરેન્દ્રસિંહ પરમાર, મિયાણી મરીન પો.સ્ટે.ના હથિયાર ધારાના ગુનાના આરોપીને ઝડપી પાડવા બદલ એસ.ઓ.જી. કોન્સ. ભરતસિંહ ગોહિલ, એન.ડી.પી.એસ. એક્ટના કમલાબાગ પો.સ્ટે.માં નોંધાયેલા ગુના માટે એસ.ઓ.જી. એ.એસ. આઈ. રવિન્દ્ર ચાઉં અને કોન્સ. મોહિત ગોરાણીયા, પોરબંદરના ચાર સહીત અન્ય જિલ્લામાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા બદલ પેરોલ ફર્લો સ્કોડના એ.એસ. આઈ. હરેશ સીસોદીયા અને હેડ કોન્સ. વજસીભાઈ વરુ અને બગવદર મંદિર ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડવા બદલ બગવદર પો.સ્ટે.ના હેડ કોન્સ. દેવાયતસિંહ સિસોદીયાને પ્રસંશાપત્ર આપી સન્માનિત કરાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya