પોરબંદર, 16 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના ખાપટ વિસ્તારમાં દંપતિ પર મહિલા સહિત બે લોકોએ હુમલો કર્યો હતો ખાપટમા નાગદેવતાના મંદિર પાસે રહેતા ખુશ્બુ અજય ભારથી મેઘનાથી નામના મહિલાના બાળકોને પાડોશમા રહેતા કિશનગીરી અપારનાથીના બાળકો વચ્ચે ઝઘડો થયો હતો જેને લઈ બોલાચાલી થઇ હતી કિશનગીરી અપારનાથી અને આશાબેન કિર્તનગીરી અપારનાથીએ ખુશ્બુબેન પર પથ્થર વડે હુમલો કરી માથા અને હાથ-પગના ભાગે ઈજા પહોંચાડી હતી આ ઝઘડામા વચ્ચે પડેલા ખુશ્બુબેનના પતિ અજય ભારથી પર પણ લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી આ બનાવ અંગે ખુશ્બુબેન મેઘનાથીની ફરીયાદના આધારે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya