મિયાણી ગામે થી હદપાર કરાયેલ શખ્સ ઝડપાયો.
પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના વિસાવાડા ગામે ખોડીયાર મંદિર વાડીવિસ્તારમાં રહેતા નાગાજણ લખમણ ઓડેદરાને તેના જુદા જુદા ગુન્હા અનુસંધાને પોરબંદર સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા તા. 14-6-2025 થી 6 મહિના માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ
મિયાણી ગામે થી હદપાર કરાયેલ શખ્સ ઝડપાયો.


પોરબંદર, 14 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના વિસાવાડા ગામે ખોડીયાર મંદિર વાડીવિસ્તારમાં રહેતા નાગાજણ લખમણ ઓડેદરાને તેના જુદા જુદા ગુન્હા અનુસંધાને પોરબંદર સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા તા. 14-6-2025 થી 6 મહિના માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરી દેવામાં આવ્યો હતો. આમ છતાં તે મીયાણી ગામે ભગવાન શ્રી ગણેશજીના મંદિરની સામે વડાળા રોડ પર ઉભો હતો ત્યારે પોલીસે પકડી પાડયો હતો અને હદપારી ભંગનો ગુન્હો નોંધીને ધરપકડ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande