પાટણ જિલ્લાના અંબાજીપુરા (માસા) પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેદભાઈ પ્રજાપતિના વય નિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના અંબાજીપુરા (માસા) પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિના વય નિવૃત્તિ સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની ૩૮ વર્ષ અને ૧૧ મહિનાની ઉમદા શૈક્ષણિક સેવા પુરી કરી હતી. આ પ્રસંગે પ
પાટણ જિલ્લાના અંબાજીપુરા (માસા) પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેદભાઈ  પ્રજાપતિના વય નિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના અંબાજીપુરા (માસા) પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિના વય નિવૃત્તિ સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની ૩૮ વર્ષ અને ૧૧ મહિનાની ઉમદા શૈક્ષણિક સેવા પુરી કરી હતી.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર વી. ઠાકોર વિશેષ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા સંઘ સંચાલક ડો. નિખિલભાઈ ખમાર, સંત ભરતપુરી બાપુ (જન સેવા આશ્રમ, મોટીચંદુર), સંત દાસ બાપુ (ટોટાણા ધામ) અને નગર સંઘ સંચાલક શ્રી નિરંજનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, સ્વાગત ગીત અને ગરબાથી કરવામાં આવી હતી. મહેમાનોનું પુસ્તક, પુષ્પગુચ્છ અને ફૂલહારથી હર્ષોઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષસ્થાને શ્રી દિલીપભાઈ ઠાકોરે પોતાના ઉદબોધનમાં ઉમેદભાઈ પ્રજાપતિની ૩૮ વર્ષ અને ૧૧ મહિનાની નિષ્ઠાપૂર્વકની શિક્ષણસેવાની વખાણ કરતાં નિવૃત્તિ પછીના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ડો. નિખિલભાઈ ખમાર અને અન્ય મહાનુભાવોએ પણ પોતાના ભાવનાત્મક વિચાર વ્યક્ત કર્યા હતા. બાદમાં સંત ભરતપુરી બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. વાઘેલા પરિવાર તરફથી ઉમેદભાઈ પ્રજાપતિને સોનાની વીંટી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત માસા ગામ તરફથી તેમને રૂ.૨૧,૦૦૦ રોકડ રકમ ભેટ રૂપે અર્પણ કરવામાં આવી હતી.

પોતાના પ્રતિભાવમાં ઉમેદભાઈ પ્રજાપતિએ તેમના ૩૮ વર્ષ અને ૧૧ મહિનાના શિક્ષણકાળ દરમિયાન ગામ અને શાળાના સહયોગથી ઘણા કાર્યો કરવાના અવસર મળ્યા હોવાનું જણાવ્યું હતું અને ઉપસ્થિત તમામ મહેમાનો, ગ્રામજનો તથા મિત્રો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન નવઘણસિંહ વાઘેલા અને બાબુભાઈ દેસાઈએ કર્યું હતું. અંતે ઉપસ્થિત તમામ મહેમાનો, શિક્ષકમિત્રો અને કુટુંબીજનો દ્વારા શાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande