જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ક્ષાર અંકુશ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ
- નદીઓનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં નદીઓ ઉપર 319 નવા ચેકડેમો તથા વિયર બનાવાશે - અંદાજીત 18000 હેક્ટર જેટલી જમીનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ થશે અને જમીનના પાણીના તળ ઉંચા આવશે રાજકોટ,14 ઓકટોબર (હિ.સ.)
જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને ક્ષાર અંકુશ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ


- નદીઓનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં નદીઓ ઉપર 319 નવા ચેકડેમો તથા વિયર બનાવાશે

- અંદાજીત 18000 હેક્ટર જેટલી જમીનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ થશે અને જમીનના પાણીના તળ ઉંચા આવશે

રાજકોટ,14 ઓકટોબર (હિ.સ.) પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને ક્ષાર અંકુશ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જસદણ તાલુકાના 17 ગામોને લાભ આપતી યોજનાની 101.53 કરોડની સિંચાઇ યોજનાની કામગીરી શરુ કરવા અને સૌની યોજનાના ભવિષ્યના આયોજન માટે નર્મદા કેનાલને સમાંતર એડીશનલ સૌની યોજનાની લીંક માટેની કામગીરી કે જેનો ખર્ચ આશરે 1500 કરોડનો છે, તેનું યોગ્ય આયોજન કરીને તાત્કાલીક મંજુરી મેળવવા માટે મંત્રીએ જરૂરી સુચના આપી હતી.. સૌની યોજનાની દરેક લીંક (1 થી 4)ની સૌરાષ્ટ્ર વિસ્તારની પાઇપલાઇનની 3 કી.મી.ની મર્યાદામાં આવતાં તળાવો અને ચેકડેમને જોડવા માટેના કામોની સમીક્ષા પણ મંત્રીએ આ બેઠકમાં કરી હતી.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે નદીઓનું પાણી દરિયામાં વહી જાય છે, તેવી નદીઓ ઉપર નવા ચેકડેમો તથા વિયર બનાવવા માટે નદી દીઠ ચેકડેમોના તાત્કાલિક સર્વે કરીને દરિયામાં વહી જતાં પાણીને અટકાવવા માટે મંત્રી કુંવરજી બાવળિયાએ સુચના આપી હતી. આ આયોજન હેઠળના 319 ચેકડેમો બનવાથી સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં 600 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ થશે અને અંદાજીત 18000 હેક્ટર જેટલી જમીનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ થશે અને જમીનના પાણીના તળ ઉંચા આવશે સૌરાષ્ટ્રની તમામ નદી પર બેઝીન વાઈઝ ચેકડેમ બનાવવામાં આવશે.જેમાં આજી, ભાદર, મચ્છુ, શેત્રુંજી, મેધલ, મેશ્વો, ઓઝત, કંકાવટી, રૂપારેલ રંગમતી સહીતની મહત્વની નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઘેડ વિસ્તારમાં કરવામાં આવી રહેલ કામગીરીઓની સમીક્ષા કરી આ બાબતે ભવિષ્યના આયોજન માટે મંત્રીશ્રીએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. મોરબી જિલ્લામાં મચ્છુ નદી પર બેરેજ બનાવવાની કાર્યવાહી સત્વરે કરવાની પણ મંત્રીએ સુચના આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande