પાટણમાં કૃષિ વિકાસ દિન અને રવિ મહોત્સવ-2025 ઉજવાયા
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ અંતર્ગત પાટણના શાકભાજી માર્કેટયાર્ડ ખાતે કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા કૃષિ વિકાસ દિન-2025 તથા રવિ કૃષિ મહોત્સવ-2025નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સંપ
પાટણમાં કૃષિ વિકાસ દિન અને રવિ મહોત્સવ-2025 ઉજવાયા


પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ અંતર્ગત પાટણના શાકભાજી માર્કેટયાર્ડ ખાતે કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા કૃષિ વિકાસ દિન-2025 તથા રવિ કૃષિ મહોત્સવ-2025નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો, જેમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન અને ખેડૂતલક્ષી યોજનાઓ રજૂ કરવામાં આવી હતી. મંત્રીના હસ્તે આ પ્રસંગે રૂ.16 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે 2001થી ગુજરાતના વિકાસનો દિશામાપ દ્રઢ રીતે નક્કી થયો છે અને તે સમયથી ખેડૂતોને કેન્દ્રમાં રાખીને અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. 21મી સદીને ખેડૂતોની સદી ગણાવતી વિચારધારા મુજબ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનું અનુરોધ કર્યો હતો. લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર, સન્માનપત્રો અને મંજૂરી પત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિવિધ પ્રદર્શન સ્ટોલ જેવી કે ડ્રોન દીદી, બાગાયતી ખેતી, ગાયના છાણ આધારિત ઉત્પાદનો અને પીએમ કિસાન યોજના આધારિત વિવિધ યોજનાઓની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં પાટણ APMCના ચેરમેન સ્નેહલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈ, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande