અમરેલી પોલીસે “SMILE” કાર્યક્રમ હેઠળ 600થી વધુ બાળકોને સલામતી અને સારા-ખરાબ સ્પર્શ અંગે માર્ગદર્શન આપ્યું
અમરેલી, 14 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા “SMILE” (Safe Moments In Loving Environment) કાર્યક્રમ હેઠળ શિક્ષણ અને સલામતી અંગે મહત્વપૂર્ણ જાગૃતિ અભિયાન હાથ ધરાયું. આ કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ શાળાના કુલ 600થી વધુ બાળકોને સામાજિક સુરક્
અમરેલી પોલીસે “SMILE” કાર્યક્રમ હેઠળ 600થી વધુ બાળકોને સલામતી અને સારા-ખરાબ સ્પર્શ અંગે માર્ગદર્શન આપ્યું


અમરેલી, 14 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા “SMILE” (Safe Moments In Loving Environment) કાર્યક્રમ હેઠળ શિક્ષણ અને સલામતી અંગે મહત્વપૂર્ણ જાગૃતિ અભિયાન હાથ ધરાયું. આ કાર્યક્રમ અંતર્ગત અલગ-અલગ શાળાના કુલ 600થી વધુ બાળકોને સામાજિક સુરક્ષા, સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે જાણકારી આપવામાં આવી.

પ્રશિક્ષણ સત્રમાં પોલીસ કર્મચારીઓએ બાળકોને સમજાવ્યું કે કયા પ્રકારના સ્પર્શ સ્વીકાર્ય છે અને કયા પ્રકારના સ્પર્શને ચિંતાજનક માનવામાં આવે છે. બાળકોને શીખવાડવામાં આવ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અથવા પરિચિત વ્યક્તીઓ તરફથી હાનિકારક સ્પર્શને પહોંચી વળવું અને તરત જ તેની જાણકા રી વહીવટી અધિકારીઓ કે પરિવારજનોને આપવી જોઈએ.

આ ઉપરાંત, બાળકોને વિવિધ ઈન્ટરેક્ટિવ પ્રવૃતિઓ, રોલ પ્લે અને રમતો દ્વારા આ જ્ઞાનને સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું. સત્રમાં બાળકોને સ્વ-સુરક્ષા, શંકાસ્પદ પરિસ્થિતિઓ ઓળખવાની કળા અને પોતાની વાતને પુખ્ત રીતે કહેવાની તાલીમ આપવામાં આવી.

SMILE કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમના માનસિક વિકાસ સાથે સમાજમાં સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરવાનો છે. અમરેલી જિલ્લા પોલીસનો દાવો છે કે આવા અભિયાન બાળકોને હિંસા અને અનિચ્છનીય પરિસ્થિતિઓ સામે સજાગ અને જાગૃત બનાવવામાં મદદરૂપ થશે.

વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આવી કાર્યક્રમોનો હેતુ માત્ર શૈક્ષણિક જાગૃતિ જ નહીં, પરંતુ બાળકોમાં આત્મવિશ્વાસ, સલામતી સમજણ અને કાયદા-સુરક્ષા પ્રત્યેનો સમજણ લાવવાનું છે, જેથી તેઓ ભવિષ્યમાં વધુ સજાગ અને સુરક્ષિત સમાજનો ભાગ બની શકે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande