અંકલેશ્વરના ઉદ્યોગપતિ બળદેવ પ્રજાપતિને બર્લિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની ડોક્ટરેટની પદવી એનાયત
- યુએસએ, ઈટાલી,ગ્રીસ અને મેરીલેન્ડ એમ ચાર યુનિવર્સિટી દ્વારા દિલ્હીમાં ડોક્ટરેટ પદવીદાન યોજાયો - સમગ્ર જીવન સમાજસેવા, ઉદ્યોગસેવા અને રાષ્ટ્રીય વિચારના પ્રચાર માટે સમર્પિત કર્યું છે ભરૂચ,14 ઓક્ટોબર (હિ.સ.) બર્લિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી ,યુનિવર્સ
અંકલેશ્વરના ઉદ્યોગપતિ બળદેવ પ્રજાપતિને બર્લિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની ડોક્ટરેટની પદવી એનાયત


અંકલેશ્વરના ઉદ્યોગપતિ બળદેવ પ્રજાપતિને બર્લિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની ડોક્ટરેટની પદવી એનાયત


- યુએસએ, ઈટાલી,ગ્રીસ અને મેરીલેન્ડ એમ ચાર યુનિવર્સિટી દ્વારા દિલ્હીમાં ડોક્ટરેટ પદવીદાન યોજાયો

- સમગ્ર જીવન સમાજસેવા, ઉદ્યોગસેવા અને રાષ્ટ્રીય વિચારના પ્રચાર માટે સમર્પિત કર્યું છે

ભરૂચ,14 ઓક્ટોબર (હિ.સ.) બર્લિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી ,યુનિવર્સિટી ઓફ ક્યુનીઓ ઇટાલી,મેરીલેન્ડ સ્ટેટ યુનિવર્સિટી અને ચાનીયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ ગ્રીસ આમ ચાર યુનિવર્સિટીનો ડોક્ટરેટ પદવીદાન રાખવામાં આવ્યો હતો તેમાં ભારતભરના કુલ 30 જેટલા વ્યક્તિત્વ વિશેષ ઉમદા લોકોને આ પદવીદાન સમારોહ દિલ્હી ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના 27 વર્ષથી સંઘ ચાલક અને 2019/23 સુધી લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ હાલ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના પ્રભારીની જવાબદારી વહન કરતા બળદેવ પ્રજાપતિને ડૉક્ટર ઓફ ફિલોસોફી ફાર્મા ઈન્ડસ્ટ્રી અને સામાજિક કાર્યના ક્ષેત્રે ડોક્ટરેટની પદવી પ્રદાન કરવામાં આવી છે .આ સન્માન માત્ર એક વ્યક્તિનો સન્માન નથી,આ તો એ વ્યક્તિત્વનું સન્માન છે જેમણે સમગ્ર જીવન સમાજસેવા, ઉદ્યોગસેવા અને રાષ્ટ્રીય વિચારના પ્રચાર માટે સમર્પિત કર્યું છે.

અંકલેશ્વર અને ભરૂચની ધરતીએ હંમેશાં એવા રત્નો આપ્યા છે જેઓએ પોતાના કર્મ, સમર્પણ અને જનસેવા દ્વારા સમાજને નવી દિશા આપી છે.આજે આખા અંકલેશ્વર માટે ગૌરવ અને આનંદનો ક્ષણ છે. ઉદ્યોગકારોના હિત માટે સતત લડતા,લઘુ ઉદ્યોગો માટેની નીતિઓમાં સુધાર લાવવાના પ્રયાસો કરનાર,અને રાષ્ટ્રભક્તિની ભાવનાથી જનહિતને અગ્રસ્થાને રાખનાર બળદેવ પ્રજાપતિએ પોતાના કાર્યથી એક અનોખો માપદંડ સ્થાપ્યો છે.તેમનો આ આંતરરાષ્ટ્રીય સ્તરનો સન્માન અંકલેશ્વર અને ભરૂચના દરેક ઉદ્યોગકાર,લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યકર્તાઓ,અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.તેમની સાદગી, દૃઢતા અને સેવાભાવ આપણાં સૌ માટે પ્રેરણારૂપ છે.તેમના માર્ગદર્શન હેઠળ અનેક યુવા ઉદ્યોગકારો અને સામાજિક કાર્યકર્તાઓએ

સમાજને નવી દિશા આપવાનું સ્વપ્ન જોયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande