પાટણ જિલ્લામાં વૃદ્ધ સહાય યોજનાઓમાં વિલંબથી લાભાર્થીઓ મુશ્કેલીમાં
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લામાં ‘વય વંદના’ અને ‘વૃદ્ધ નિરાધાર સહાય’ જેવી મહત્વપૂર્ણ યોજનાઓના લાભાર્થીઓને છેલ્લા બે મહિનાથી સહાયની રકમ મળતી નથી, જેના કારણે નિરાધાર વૃદ્ધોને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ યોજનાઓ અંતર્ગત 60 વ
પાટણ જિલ્લામાં વૃદ્ધ સહાય યોજનાઓમાં વિલંબથી લાભાર્થીઓ મુશ્કેલીમાં


પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લામાં ‘વય વંદના’ અને ‘વૃદ્ધ નિરાધાર સહાય’ જેવી મહત્વપૂર્ણ યોજનાઓના લાભાર્થીઓને છેલ્લા બે મહિનાથી સહાયની રકમ મળતી નથી, જેના કારણે નિરાધાર વૃદ્ધોને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ યોજનાઓ અંતર્ગત 60 વર્ષથી વધુ વય ધરાવતા BPL યાદીમાં 0 થી 20 ક્રમાંક ધરાવતા તેમજ નિરાધાર વૃદ્ધોને માસિક આર્થિક સહાય આપવામાં આવે છે, જે તેમના જીવનનિર્વાહ માટે અત્યંત આવશ્યક છે.

આ સહાય રોકાતા પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મુખ્યમંત્રી તથા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે સહાયની રકમ તાત્કાલિક ફાળવી દેવામાં આવે જેથી લાભાર્થીઓને દિવાળી પૂર્વે રાહત મળે.

નરેશ પરમારનું કહેવું છે કે, તેમને ઘણા વૃદ્ધ લાભાર્થીઓ તરફથી મૌખિક રજૂઆતો મળી છે કે સહાય મળતી નથી અને દિવાળીના તહેવારને ધ્યાને લઈને વહેલી તકે રકમ ચુકવવા તેમણે સરકારને આગ્રહપૂર્વક અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande