જામનગર, 14 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર તાલુકાના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ થકી લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગર તાલુકાના રવાણી ખીજડીયા ગામના લાભાર્થી ગુલાબબા મહેન્દ્રસિંહ જાડેજાને એજીઆર 2 ફાર્મ મિકેનાઇઝેશન યોજના અંતર્ગત બેલર (ટ્રેક્ટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન) માટે રૂ. ૬,૨૨,૮૪૨ ની સહાય મંજુર કરવામાં આવી હતી.
આ સહાય મળવા બદલ લાભાર્થીના પુત્ર જાડેજા અમરદીપસિંહ મહેન્દ્રસિંહ જણાવે છે કે મારું ગામ રવાણી ખીજડીયા છે. અમને સરકાર તરફથી બેલર માટે રૂ.૬લાખ ૨૨ હજારની સહાય મળી છે. બેલરનો ઉપયોગ ઘઉં, કામોજ વગેરેની ગાંસડી બનાવવા થાય છે. આ બેલરથી અમને ઘણો ફાયદો થશે અને આ સહાય બદલ હું ખેતીવાડી વિભાગ અને સરકારનો આભાર માનું છું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt