રાહુલ ગાંધીનો ચંડીગઢનો પ્રવાસ કાર્યક્રમ બદલાયો, સવારે 10:15 વાગ્યે સ્વર્ગસ્થ આઈપીએસ અધિકારી વાય. પૂરણના પરિવારને મળશે
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો ચંડીગઢ પ્રવાસનો કાર્યક્રમ નક્કી થયો છે. તેઓ હવે મંગળવારે સવારે 10:15 વાગ્યે, 2001 બેચના આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારના નિવા
રાહુલ


નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.) કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો ચંડીગઢ પ્રવાસનો કાર્યક્રમ નક્કી થયો

છે. તેઓ હવે મંગળવારે સવારે 10:15 વાગ્યે, 2001 બેચના આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારના નિવાસસ્થાને

પહોંચશે.

રાહુલ ગાંધી, સ્વર્ગસ્થ વાય. પૂરણ કુમારના પરિવારને મળશે અને

તેમની સંવેદના વ્યક્ત કરશે. આ મુલાકાત ચંડીગઢના સેક્ટર 24માં ઘર નંબર 132 પર થશે.

ઉલ્લેખનીય છે કે, આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારે

તાજેતરમાં જ તેમના ચંડીગઢ નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. તેમની પત્ની, આઇએએસ અધિકારી

અમનીત પી. કુમારની ફરિયાદના આધારે, પોલીસે 10 અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. હાલમાં તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande