- અબુઝમાડ અને
ઉત્તર બસ્તર નક્સલવાદ મુક્ત જાહેર
-
સુરક્ષા દળો દ્વારા શરણાગતિ સ્વીકારો અથવા કાર્યવાહીનો સામનો કરો
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે નક્સલીઓને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે,”
શરણાગતિ સ્વીકારનારાઓનું સ્વાગત છે, પરંતુ જે લોકો બંદૂક રાખવાનું ચાલુ રાખે છે તેમને સુરક્ષા
દળો દ્વારા કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.”
છત્તીસગઢના બે નક્સલ પ્રભાવિત વિસ્તારોને આતંકવાદ મુક્ત
જાહેર કરતા શાહે કહ્યું કે,”સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં
નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાના તેના સંકલ્પ પર અડગ છે.”
અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર પોસ્ટ કર્યું
કે,” આજે છત્તીસગઢમાં 170 નક્સલીઓએ
શરણાગતિ સ્વીકારી છે, જ્યારે એક દિવસ
પહેલા 27 નક્સલીઓએ
હથિયારો મૂક્યા હતા. મહારાષ્ટ્રમાં, 61 નક્સલીઓએ પણ
હિંસાનો માર્ગ છોડી દીધો છે અને મુખ્ય પ્રવાહમાં પાછા ફર્યા છે. આમ, છેલ્લા બે
દિવસમાં કુલ 258 ડાબેરી
ઉગ્રવાદીઓએ શરણાગતિ સ્વીકારી છે.”
શાહે લખ્યું, હિંસાનો ત્યાગ કરવા અને ભારતીય બંધારણમાં
વિશ્વાસ, પુનઃસ્થાપિત કરવાના નિર્ણય બદલ હું બધા નક્સલવાદીઓની પ્રશંસા કરું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સતત પ્રયાસોનું પરિણામ છે
કે, નક્સલવાદ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું, અમારી નીતિ સ્પષ્ટ છે: જે લોકો આત્મસમર્પણ કરવા
માંગે છે તેમનું સ્વાગત છે,
પરંતુ જે લોકો
હથિયારો ઉપાડવાનું ચાલુ રાખે છે તેમને સુરક્ષા દળો દ્વારા કડક કાર્યવાહીનો સામનો
કરવો પડશે. હું બધા નક્સલવાદીઓને તેમના શસ્ત્રો છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા
ફરવાની અપીલ કરું છું.
બીજી પોસ્ટમાં શાહે કહ્યું, આ ખૂબ જ આનંદની વાત છે કે, છત્તીસગઢમાં અબુઝમાડ
અને ઉત્તર બસ્તર, જે એક સમયે
આતંકવાદનું કેન્દ્ર હતું,
તેને આજે
સંપૂર્ણપણે નક્સલવાદી હિંસાથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હવે, દક્ષિણ બસ્તરમાં
ફક્ત થોડા જ નક્સલવાદીઓ બાકી છે, જેમને સુરક્ષા દળો ટૂંક સમયમાં ખતમ કરશે.
શાહે જણાવ્યું હતું કે,” જાન્યુઆરી 2024 માં છત્તીસગઢમાં ભાજપ
સરકાર સત્તામાં આવી ત્યારથી, 2,100 નક્સલવાદીઓએ
આત્મસમર્પણ કર્યું છે, 1785ની ધરપકડ કરવામાં
આવી છે અને 477 સુરક્ષા દળો
દ્વારા માર્યા ગયા છે. આ આંકડા કેન્દ્ર અને રાજ્ય સરકારોની મજબૂત ઇચ્છાશક્તિનો
પુરાવો છે, જેમણે 31 માર્ચ, 2૦26 પહેલા દેશને
નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ