નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) કર્ણાટકના ચાર દિવસના પ્રવાસે આવેલા
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે, બુધવારે હમ્પીમાં
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (પીએમઆઇએસ)ના તાલીમાર્થીઓ સાથે, વાતચીત કરી. તેમણે તેમને પૂછ્યું કે,”
તેમને આ યોજનામાં જોડાવા માટે શું પ્રેરણા મળી અને ઇન્ટર્નશિપ દરમિયાન તેમના
શિક્ષણ અને કૌશલ્ય વિકાસના અનુભવોની ચર્ચા કરી.”
મંત્રાલયના જણાવ્યા અનુસાર,”વાતચીત દરમિયાન, નાણામંત્રીએ પીએમઆઇએસહેઠળ
તાલીમાર્થીઓના અનુભવો અને આકાંક્ષાઓ સાંભળી.” તેમણે તાલીમાર્થીઓને તેમની
વ્યાવસાયિક સફર પર માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ સત્રમાં રાજ્યભરના
60 થી વધુ તાલીમાર્થીઓ અને ઇન્ફોસિસ, આઈબીએમ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ભારત
ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, મેંગલોર રિફાઇનરી
અને પેટ્રોકેમિકલ્સ, હિન્દુસ્તાન
એરોનોટિક્સ લિમિટેડ, એનએમડીસી અને
હનીવેલ ટેકનોલોજી સોલ્યુશન્સ જેવી મુખ્ય ભાગીદાર કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા
હતા.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (પીએમઆઈ-પીએમઆઈવાય) કેન્દ્ર સરકારની
પાંચ મુખ્ય રોજગાર અને કૌશલ્ય વિકાસ પહેલોમાંની એક છે. આ યોજના 1-24 વર્ષની વયના
યુવાનોને લક્ષ્ય બનાવે છે જેઓ શૈક્ષણિક કાર્યક્રમો અથવા ઔપચારિક રોજગારમાં
નોંધાયેલા નથી. આ યોજનાનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં ભારતભરની અગ્રણી કંપનીઓમાં
1 કરોડથી વધુ પેઇડ ઇન્ટર્નશિપ પૂરી પાડવાનો છે જેથી યુવાનોની રોજગારક્ષમતામાં
વધારો થાય.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
---------------
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ