વિકાસ સપ્તાહ 2025 - ગોંડલ તાલુકામાં વિકાસ રથની હેલી
- ધુડાશિયા, વાસાવડ અને કોટડા સાંગાણીમાં વિકાસ રથનું સ્વાગત- લોકર્પણ કાર્યક્રમ યોજાયા રાજકોટ, 14 ઓકટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ ગુજરાત વિકસિત ભારતના 24 વર્ષના સુશાસનના ભાગરૂપે રાજ્યમાં વિકાસ સપ્તાહ-2025 ઉજવામાં આવી રહ્યો છે. રાજ
વિકાસ સપ્તાહ 2025 - ગોંડલ તાલુકામાં વિકાસ રથની હેલી


- ધુડાશિયા, વાસાવડ અને કોટડા સાંગાણીમાં વિકાસ રથનું સ્વાગત- લોકર્પણ કાર્યક્રમ યોજાયા

રાજકોટ, 14 ઓકટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ ગુજરાત વિકસિત ભારતના 24 વર્ષના સુશાસનના ભાગરૂપે રાજ્યમાં વિકાસ સપ્તાહ-2025 ઉજવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શનમાં વિકાસ રથ જુદા જુદા તાલુકામાં ફરી રહ્યો છે. આજરોજ ગોંડલ તાલુકાના ધુડાશિયા, વાસાવડ અને કોટડા સાંગાણીમાં વિકાસ રથ આવી પહોંચતા તેનું કુમકુમ તિલક અને ઢોલના તાલે ગ્રામજનોએ એકઠા થઈ સ્વાગત કર્યું હતું.

સવારે 10 કલાકે ધુડાશિયા ગામે રથનું આગમન થયેલું. જેમાં વિવિધ યોજનાકીય માહિતી ગ્રામજનોએ મોટા સ્ક્રીન પર નિહાળી હતી. મહાનુભાવોના હસ્તે રોડ રસ્તા સહિત 30 લાખના ખર્ચે ત્રણ કામનું ખાતમૂહર્ત તેમજ 321 લાખના ખર્ચે બે કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંબેડકર આવાસ યોજના,આયુષ્માન કાર્ડ, પોષણ કીટ સહિતના વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા હતાં.

બપોરે વિકાસ રથ વાસાવડ ગામે આવી પહોંચતા અહીં પણ ગ્રામજનો દ્વારા વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને પત્ર, કીટ આપવામાં આવી હતી.વિકાસ રથ આવ્યો છે, લાભો લાવ્યો છે ના નારા સાથે ગોંડલ સહિતના તાલુકાઓમાં વિકાસ રથ વિકાસ સપ્તાહ નિમિત્તે આગળ વધી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande