મહેસાણા ખાતે પ્રદર્શન નિહાળવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનો રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ
મહેસાણા,14 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા ખાતે યોજાયેલા કૃષિ અને ટેકનોલોજી પ્રદર્શનને નિહાળવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહેસાણા પહોંચ્યા હતા. આ પ્રવાસનો હેતુ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, નવી ટેકનોલોજી, સિંચાઈ પદ્ધત
મહેસાણા ખાતે પ્રદર્શન નિહાળવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનો રાજ્યઅંદર પ્રેરણા પ્રવાસ


મહેસાણા,14 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા ખાતે યોજાયેલા કૃષિ અને ટેકનોલોજી પ્રદર્શનને નિહાળવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહેસાણા પહોંચ્યા હતા. આ પ્રવાસનો હેતુ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, નવી ટેકનોલોજી, સિંચાઈ પદ્ધતિઓ અને સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવાનો હતો.

પ્રદર્શન સ્થળે ખેડૂતોને વિવિધ સ્ટોલ્સ પર નવીન કૃષિ ઉપકરણો, ખાતર, બીજ, માઇક્રો સિંચાઈ સાધનો અને ઓર્ગેનિક ખેતી અંગે વિગતવાર માહિતી અપાઈ હતી. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરીને પાક ઉત્પાદન વધારવાના ઉપાયો તથા ખર્ચ ઘટાડવાના માર્ગદર્શનો આપ્યા હતા.

પ્રેરણા પ્રવાસમાં જોડાયેલા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું કે, આવા પ્રવાસો ગ્રામ્ય વિસ્તારોમાં નવી કૃષિ ટેકનોલોજી પહોંચાડવામાં મદદરૂપ બને છે. કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યભરના ખેડૂતો માટે આવી પ્રેરણાત્મક પ્રવાસ યોજનાઓ સતત હાથ ધરવામાં આવશે, જેથી ખેતી વધુ નફાકારક અને ટકાઉ બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande