રાજુલાના હિંડોરણા ગામમાં પ્રેમ સંબંધના મનદુઃખમાં યુવક અને પરિવાર પર જીવલેણ હુમલો
અમરેલી,, 14 ઓક્ટોબર (હિ.સ.) રાજુલાના હિંડોરણા ગામે પ્રેમ સંબંધને લઇ યુવક અને તેના પરિવાર પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. રમેશ રામભાઈ તાણેચાએ ફરિયાદ નોંધાવી કે, દિનેશભાઈ વાઘાભાઈ, રાજુભાઈ વાઘાભાઈ, ભાવેશ વાઘાભાઈ અને કિશનભાઈ રાજુભાઈએ તેમની પર અને તેમ
રાજુલાના હિંડોરણા ગામમાં પ્રેમ સંબંધના મનદુઃખમાં યુવક અને પરિવાર પર જીવલેણ હુમલો


અમરેલી,, 14 ઓક્ટોબર (હિ.સ.) રાજુલાના હિંડોરણા ગામે પ્રેમ સંબંધને લઇ યુવક અને તેના પરિવાર પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. રમેશ રામભાઈ તાણેચાએ ફરિયાદ નોંધાવી કે, દિનેશભાઈ વાઘાભાઈ, રાજુભાઈ વાઘાભાઈ, ભાવેશ વાઘાભાઈ અને કિશનભાઈ રાજુભાઈએ તેમની પર અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ફરિયાદીના મોટા બાપુના દીકરા અરવિંદભાઈ અને મુખ્ય આરોપીની પત્ની કૈલાસબેન વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ મામલે સાત મહિના પહેલા અરવિંદભાઈ અને મુખ્ય આરોપી વચ્ચે મારામારી થઈ હતી, જે દરમ્યાન બંને વચ્ચે તણાવ હતો.

હાલમાં, મુખ્ય આરોપી અને અન્ય ત્રણ શખ્સોએ હિંડોરણા ગામની પ્રાથમિક શાળાની સામે હુમલો કર્યો. આરોપીઓએ લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે ફરિયાદી અને તેના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડ્યા. ફરિયાદીની પત્ની રીંકલબેનને પણ હુમલામાં નીચે પછાડી દેવામાં આવ્યો. મુખ્ય આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરીયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે અને તમામ આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે કહ્યુ કે, લોકોમાં પ્રેમ સંબંધથી ઉત્પન્ન થયેલી હિંસા અટકાવવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande