પ્રાંતિજ કોલેજના માસ કોપી કેસમાં વિદ્યાર્થીઓ પર દંડ, યુવા અધિકાર ન્યાય ચળવળનો વિરોધ
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં થયેલા માસ કોપી કૌભાંડ મામલે 182 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી દરેક પર 10000 નો દંડ ફટકાર્યો છે અને તેમની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે. યુનિવર્સિટી
પ્રાંતિજ કોલેજના માસ કોપી કેસમાં વિદ્યાર્થીઓ પર દંડ, યુવા અધિકાર ન્યાય ચળવળનો વિરોધ


પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં થયેલા માસ કોપી કૌભાંડ મામલે 182 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી દરેક પર 10000 નો દંડ ફટકાર્યો છે અને તેમની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે. યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું કે આ પગલું નિયમ મુજબ બનાવેલી તપાસ કમિટીની ભલામણ આધારે લેવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્ર પણ રદ કરવામાં આવ્યું છે અને આ મામલો હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારણા માટે મૂકવામાં આવશે, તેમ કુલપતિ કે.સી. પોરીયાએ જણાવ્યું.

આ નિર્ણય સામે 'યુવા અધિકાર ન્યાય ચળવળ' દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં યુનિવર્સિટી સમક્ષ આવેદનપત્ર રજૂ કરી ભારે વિરોધ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, માત્ર વિદ્યાર્થીઓને સજા કરવાનો નિર્ણય ભ્રષ્ટાચારને છાવરવાનો પ્રયાસ છે. ચળવળ દ્વારા પીછેહઠ કરાવતી માગ ઉઠાવવામાં આવી છે કે, વિદ્યાર્થીઓ નહીં પણ સંસ્થા, સંચાલકો, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલને દોષિત માનવાં જોઈએ અને એજ લોકો દંડ માટે જવાબદાર હોય.

આવેદનમાં વધુમાં જણાવાયું છે કે, સંચાલકો દ્વારા પાસિંગ ગેરંટી કાર્ડ આપી ભારી રકમ વસૂલવામાં આવી છે, પ્રશ્નપત્ર વોટ્સએપ પર મૂકાઈ ગુનો વધારવામાં આવ્યો છે, ત્યારે અસલી દોષીઓને કડક સજા કરવામાં આવે. સાથે માંગ કરવામાં આવી છે કે ઇન્ટરનલ અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ રદ ન કરવામાં આવે કારણ કે તે નિયમિત રીતે યોજાઈ હતી અને તેમાં કોઈ ગેરરીતિ થઈ ન હતી.

અંતે, ચળવળે કોલેજ દ્વારા કબજે કરાયેલા FY, SY અને MSc વિદ્યાર્થીઓના મૂળ દસ્તાવેજો તાત્કાલિક પરત કરવા, એડમિશન રદ કરાવા ઇચ્છુકોને ફીમાં રાહત આપવાની અને અન્ય કોલેજોમાં ટ્રાન્સફર માંગનારાઓને ટ્રાન્સફર સર્ટિફિકેટની મંજૂરી આપવા પણ માંગ કરી છે. સાથે સાથે કોલેજની માન્યતા રદ કરવી, જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવી અને નિરીક્ષકની જવાબદારી પણ નક્કી કરવાની અપેક્ષા વ્યકત કરાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande