રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર થતાં ગીર સોમનાથના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અંગે હકારાત્મક અનુભવ વર્ણવ્યો
ગીર સોમનાથ 14 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ અંતર્ગત કાજલી ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો અને આધુનિક કૃષિ તાંત્રિકતા અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભેટાળીના પ્રાકૃતિક કૃષિ કરતા અ
રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ


ગીર સોમનાથ 14 ઓક્ટોબર (હિ.સ.)

વિકાસ સપ્તાહ અંતર્ગત કાજલી ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને રવિ પાકો અને આધુનિક કૃષિ તાંત્રિકતા અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભેટાળીના પ્રાકૃતિક કૃષિ કરતા અનિલભાઈ સોલંકી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામોની પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવી હતી અને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પોતાના અનુભવો જણાવ્યાં હતાં.

ઉપસ્થિત સર્વે ખેડૂતોને અનિલભાઈ સોલંકીએ પ્રાકૃતિક કૃષિમાં બીજામૃત, જીવામૃત, આચ્છાદન, ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિઓ વિશે વિસ્તૃતપૂર્વક માહિતી આપી જિલ્લાના ખેડૂતો વધુને વધુ પ્રાકૃતિક કૃષિ તરફ વળે એવો અનુરોધ કરાયો હતો.

જ્યારે કૃષિ વૈજ્ઞાનિક ડૉ. ડી.આર.પરડવા દ્વારા બાગાયત પાકમાં નારિયેળીના પાકની મહત્તા, નારિયેળીની જાત પસંદગી, નારિયેળીમાં આવતા સફેદ માખીના ઉપદ્રવ અને વિવિધ રોગ અને આવા રોગના નિવારણ માટેની જુદી-જુદી પદ્ધતિઓ, નારિયેળીમાં ડ્રીપ ઈરિગેશન સિસ્ટમ, મીની સ્પ્રિંકલર સિસ્ટમ, નારિયળીના ઉછેર અને વિકાસ માટે ક્યા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેવી અગત્યની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છેકે, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની પણ મુલાકાત કરાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande