ગીર સોમનાથ 14 ઓક્ટોબર (હિ.સ.) ઉના ગીરગઢડા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે રૂ. 12 લાખ 50 હજારના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું...
માત્ર અઢી વર્ષના ટુંકા ગાળામાં ઉના અને ગીરગઢડા તાલુકાને વિકાસની વણથંભી વણઝાર વ્હાવનાર ઉનાના વિકાસશીલ ધારાસભ્ય કાળુરાઠોડ એ આજરોજ ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે રામજીભાઈ ભગવાનભાઈ ગોહિલના ઘર પાસેથી પ્લોટ વિસ્તારના ચોક સુધી સુધી રૂ.12 લાખ 50 હજારના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડનું ખાતમુહૂર્ત ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોન્ધરા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અને જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક, જીલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ દકુભાઈ દોમડીયા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ સાંખટ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિશ ભીખાભાઈ કીડેચા, તાલુકા ભાજપ મહામંત્રી કે.સી.રાજપુત, સરપંચના પ્રતિનિધિ દિવ્યકાંતડાંગોદરા તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ