ગિર સોમનાથ કોડીનારના સિંધાજ ગામે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાય ૧૦૮ની ટીમ
ગીર સોમનાથ 14 ઓક્ટોબર (હિ.સ.) કોડીનાર તાલુકાના સિંધાજ ગામે એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલીક ૧૦૮ને કોલ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર જ પહોંચી હતી. હોસ્પિટલે લઈ જતાં દરમિયાન વધુ પીડા ઉપડતાં ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલિવરી ક
ગિર સોમનાથ કોડીનારના સિંધાજ ગામે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાય ૧૦૮ની ટીમ


ગીર સોમનાથ 14 ઓક્ટોબર (હિ.સ.) કોડીનાર તાલુકાના સિંધાજ ગામે એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલીક ૧૦૮ને કોલ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર જ પહોંચી હતી. હોસ્પિટલે લઈ જતાં દરમિયાન વધુ પીડા ઉપડતાં ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી.

એમ્બૂલન્સ મારફતે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવતી હતી, તે દરમિયાન વધુ પીડા થતા રસ્તામાં જ ૧૦૮ના ઇએમટી હરેશભાઇ દ્વારા સફળ ડિલીવરી કરાવવામાં આવી હતી અને વધુ સારવાર માટે કોડીનાર હોસ્પિટલ ખાતે લઇ ગયા હતાં.

જિલ્લા ૧૦૮ એમ્બ્યુલન્સના અધિકારી વિશ્રુત જોશીના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે ૭ વાગ્યા આસપાસ ઘાટવડ પીએચસી ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ આવ્યો હતો કે, કોડીનાર તાલુકાના સિંધાજ ગામના એક બેનને પ્રસુતિની પીડા થાય છે. જેમને તાત્કાલીક હોસ્પિટલે પહોંચાડવા જરૂરી છે.

જેથી ગણતરીની મિનિટોમાં વીજળીની સ્પીડે ૧૦૮ ટીમ સિંધાજ ગામ પહોંચી હતી. જોકે, સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ લઈ હોસ્પિટલ જતા હતાં ત્યારે રસ્તામાં જ પ્રસુતિની પીડા વધારે ઉપડતા પાયલોટ અલ્પેશ ઝાલા દ્વારા રસ્તામાં જ એમ્બ્યુલન્સ ઊભી રાખી ઇએમટી હરેશ વાઢેર દ્વારા સગર્ભા મહિલાને જરૂરી સારવાર આપી સફળ ડિલીવરી કરાવી હતી અને માતાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૦૮ ડોક્ટરની ટેલીફોનિક મદદ લઇ ઇ.એમ.ટી હરેશભાઇ વાઢેરે જરૂરી ઇન્જેક્શન, બોટલ ચડાવી માતા અને બાળકને કોડીનાર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે ૧૦૮ની કામગીરીને બિરદાવી માતા અને બાળક સંપૂર્ણ તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande